________________
અધ્યયન : સત્તરમું પાપ શ્રમણી ય પાપી સાધુનું અધ્યયન
સંયમ લીધા પછી તેને નીભાવવામાં જ સાધુતા છે. ત્યાગી જીવનમાં પણ આસક્તિ અહંકાર જાગે તો ત્યાગની ઈમારત ખળભળે, તેવા શ્રમણો ત્યાગી નથી ગણાતા પણ પાપી શ્રમણ ગણાય છે.
ભગવાન બોલ્યા: (૧) ત્યાગ ધર્મને સાંભળીને કર્તવ્યપરાયણ થઈ જે કોઈ દીક્ષિત થાય તેણે દુર્લભ એવા બોધિલાભને મેળવીને પછી સુખપૂર્વક ચારિત્ર પાળવું.
ધ : બોધિલાભ એટલે આત્મભાન પામવું. આમભાન પામ્યા પછી ચરિત્રમાર્ગમાં વધુ સ્થિર થવાય. ચરિત્રમાર્ગમાં સ્થિર થવું તે જ દીક્ષાને હેતુ છે. ખાવું, પીવું કે શરીર શુશ્રુષા કરવી એ ત્યાગને હેતુ નથી. (૨) કોઈ સંયમ લીધા પછી માને છે કે ઉપાશ્રય (રહેવાનું સ્થાન) સુંદર મળ્યા
છે. પહેરવાનાં વસ્ત્રો મળ્યાં છે. જમવાને માટે માલ પાણી પણ ઉત્તમ મળ્યા કરે છે. અને જીવાદિક પદાર્થો જે છે તેને પણ જાણી જોઈ શકું છું. તે હવે (પિતાના ગુરુ પ્રત્યે) હે આયુષ્યમન્ ! હે પૂજ્ય ! શાસ્ત્રો ભણવાનું પ્રયેાજન શું છે ?
ધ : આવી વિચારણું પ્રમાદની સૂચક છે. સંયમીએ હંમેશાં શાસ્ત્રવચનને અભ્યસ્ત કરવાં અને ખૂબ ખૂબ વારંવાર ચિંતવવાં. (૩) જે સંયમી ઊંઘવાનો સ્વભાવ ઘણે રાખે કે આહારપાણ કરીને ઘણીવાર
લગી સુખે સૂઈ રહે તે પાપી શ્રમણ કહેવાય છે.
નેધ : સંયમીને માટે દિનચર્યાનાં અને રાત્રિચર્યાનાં ભિન્નભિન્ન કાર્યો હોય છે. તે બધાંને કમપૂર્વક આચરવાં જોઈએ. () વિનયમાર્ગ (સંયમમાગ)ને અને જ્ઞાનને જે આચાર્ય અને ઉપાધ્યાય વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org