________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને
“તે શા માટે” શિષ્ય પૂછયું. ગુરુએ કહ્યું. “ભીતને આંતરે કે વસ્ત્રનાં પડદાને આંતરે રહેલી સ્ત્રીના કૂજિત, રૂતિ, ગીત, હસિત, સ્વનિત (રતિપ્રસંગનાં વનિ) આકંદમય કે વિલાપમય શબ્દોને સાંભળવાથી બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ક્ષતિ પડે કે ઉન્માદ થાય, શરીરમાં રોગ થાય માટે ખરેખર બ્રહ્મચારીએ વસ્ત્રના પડદા કે ભીંતને આંતરે સ્ત્રીઓના તેવા શબ્દો સાંભળવા નહિ.”
નેધ : બ્રહ્મચારી જે સ્થળે હોય ત્યાં ભીંતને આંતરે રહેલાં સ્ત્રી પુરુષો પરસ્પર શૃંગારક્રીડા કરતાં હોય તે વખતનાં વચનો પણ વિષયજનક હોય માટે તેવા શબ્દો સાંભળવા કે ચિંતવવા નહિ. (૬) પૂર્વે (ગૃહસ્થ જીવનમાં) સ્ત્રીસંગાથે જે ભેગોને ભોગવ્યા હોય કે જે રતિ
ક્રીડાઓ કરી હોય તેને સંભારે તે સાધુ ન કહેવાય. શિવે પૂછ્યું : “તે શી રીતે ?” આચાયે કહ્યું: “બ્રહ્મચારી જે પૂર્વે રતિ કે પૂર્વની રતિક્રીડા સંભારે તે તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થાય. બ્રહ્મચર્યને ભંગ થાય કે ઉન્માદ થાય શરીરમાં (વિષય ચિંતનથી) રોગ થાય અને જ્ઞાનીના માર્ગથી પતિત થઈ જવાય. માટે નિગ્રંથે પૂર્વરતિ કે પૂર્વ રતિક્રીડાને સંભારવી નહિ.”
નોંધ : શંકા, કાંક્ષા અને વિચિકિત્સાના અર્થો પૂર્વે આપેલા છે માટે ફરી ફરી લખ્યા નથી. (૭) અતિ રસવાળાં ભોજન ન કરે તે સાધુ કહેવાય. શિષ્ય પૂછયું “તે કેમ ?”
આચાયે કહ્યું : “સરસ આહાર કરવાથી (ખરેખર રસવાળા આહારથી) બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેવાયેલી ક્ષતિ થાય. અને જ્ઞાનીના માગથી પતિત થવાય માટે અતિ રસાળ ભેજને ન ખાવાં.”
નોધઃ રસવાળામાં તીખાં, તમતમતાં અને સ્વાદની દષ્ટિએ લેવાતાં ઘણાં ખાનપાનને સમાવેશ થાય છે. સ્વાદેન્દ્રિયને અસંયમ બ્રહ્મચર્ય ખંડનનું સૌથી પહેલું અને જોરદાર નિમિત્ત છે. સ્વાદેન્દ્રિયના સંયમથી શીધ્ર બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે. (૮) મર્યાદા ઉપરાંત અતિ આહાર પાણી કરે નહિ તે સાધુ કહેવાય. શિષ્ય
પૂછ્યું: “તેમ શા માટે ?” આચાર્યે કહ્યું: “અતિ ભજન કરવાથી ઉ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org