________________
ઉત્તરાધ્યયન સત્ર
(૨) સ્ત્રીઓની કથા (શૃંગારરસજનક વાર્તાલાપ) કરે નહિ તેને સાધુ કહેવા. શિષ્ય
પૂછ્યું : “તેમ શા માટે ?” આચાયે કહ્યું : “સ્ત્રીઓની શૃંગારવર્ધક કથાઓ કહેવાથી પણ ઉપયુક્ત બ્રહ્મચર્યામાં હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી સ્ત્રી પુરુષો સંબંધી તેવી કથાઓ ન કહેવી.”
નેધ : શૃંગારરસની કથાઓ કહેવાથી કે કરવાથી ખલનને સંભવ છે આથી તે છોડી દેવી અને એકલી સ્ત્રી સાથે પણ કથાલાપ એકાંતના પ્રસંગે કરવાના યોગો આવવા દેવા જોઈએ નહિ. (૩) સ્ત્રીઓની સાથે એક આસને ન બેસે તેને આદર્શ બ્રહ્મચારી કહે. શિષ્ય
પૂછયું : “તેમ શા માટે ?” આચાયે કહ્યું : સ્ત્રીઓની સાથે એક આસન પર લગોલગ બેસવાથી એક બીજા પ્રત્યે મોહ થવાને અને તે સ્થળે બનેના બ્રહ્મચર્યમાં ઉપયુક્ત હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી પુરુષે સ્ત્રી સાથે એક આસન પર બેસવું નહિ.”
ધ : જે આસન પર સ્ત્રી પૂવેર બેઠેલ હોય તે આસને અંતમુદત (૪૮ મિનિટ) સુધી પણ બેસવાને જૈનશાસન બ્રહ્મચારીને નિષેધ કરે છે. જેવી રીતે બ્રહ્મચારીને જાગૃતિ રાખવાની છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીને પણ જાગૃતિ તે રાખવાની જ છે. ખાસ કરીને આવા પ્રસંગો એકાંતથી બને છે. આકસ્મિક આવી પડેલી આવી સ્થિતિમાં વિવેકપૂર્વક વર્તવું ઘટે. (૪) સ્ત્રીઓની સુંદર, મનહર અને આકર્ષક ઈદ્રિયોને (વિષય બુદ્ધિએ) જુએ
(વાં સુંદર છે? કેવાં ભોગગ્ય છે 2) કે ચિંતવે નહિ તે જ સાધુ કહેવાય.
તે કેમ?” શિષ્ય પૂછયું. આચાયે કહ્યું : “ખરેખર સ્ત્રીઓની મનહર અને આકર્ષક ઈન્દ્રિયોને જોનાર કે ચિંતવનાર બ્રહ્મચારી (સાધુ)ના. બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, ઉન્માદ પ્રાપ્ત થાય અને પરિણામે દીર્ઘકાલિક રંગની પીડા થાય. તેમ જ (આંતરિક પણ) કેવળીએ ફરમાવેલ ધર્મથી પતિત થઈ જાય. માટે ખરેખર બ્રહ્મચારી સાધકે સ્ત્રીઓનાં મનહર અને મનોરમ એવાં અંગોપાંગને (વિષય
બુદ્ધિથી) જેવાં કે ચિંતવવાં નહિ.” (૫) વસ્ત્રના પડદાને આંતરે કે પાષાણની ભીંતને આંતરે સ્ત્રીઓના કુજિત
(કેયલના જેવા) શબ્દ, રોવાના શબ્દ, ગીતના શબ્દ, તેમ જ (પતિના વિરહથી થયેલા) વિલાપના શબ્દને સાંભળે તે આદર્શ બ્રહ્મચારી કે નિગ્રંથ ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org