________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો ભિક્ષુ, સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિ (ચિત્તસમાધિ) પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત (આદર્શ) બ્રહ્મચારી બની; અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.”,
' (શિષ્ય પૂછયું) : કયાં તે બ્રહ્મચર્ય સમાધિ સ્થાને સ્થવિર ભગવાનેએ ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તેમ જ અવધારીને ભિક્ષુ સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.
(ગુરુએ કહ્યું :) ખરેખર સ્થવિર ભગવાનેએ આ પ્રમાણે દશ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તથા અવધારીને ભિક્ષુ સંચમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ, ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમતપણે આત્મલક્ષી થઈ વિચરે. તે આ પ્રમાણે છે
:
(૧) સ્ત્રી, પશુ અને નપુંસક રહિત ઉપાશ્રય તથા સ્થાનને સેવે તે જ નિગ્રંથ : (આદર્શ મુનિ) કહેવાય છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત ઉપાશ્રય,
શયા કે સ્થાન ભોગવે તે નિગ્રંથ ન કહેવાય.
શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” * આચાર્યે કહ્યું : “ખરેખર સ્ત્રી, પશુ કે નપુંસક સહિત આસન, શયા કે
સ્થાનને સેવનાર બ્રહ્મચારીને બ્રહ્મચર્ય પાળવામાં (૧) શંકા (બ્રહ્મચર્ય પાળું કે ન પાળું ૨) ઉત્પન્ન થાય અથવા બીજાને શંકા થાય કે સ્ત્રી ઇત્યાદિ સહિત સ્થાન ભગવે છે તે તે બ્રહ્મચારી હશે કે કેમ? (૨) આકાંક્ષા (ઈચ્છા)-મૈથુન ભગવવાની કદાચિત નિમિત્ત મળતાં ઈચ્છા જાગે. (૩) વિચિકિત્સા (બ્રહ્મચર્યના ફળને સંશય) બ્રહ્મચર્ય પાળવાથી શું લાભ ? એવા દુવિચારે ઉત્પન્ન થાય અને વિચારે થવાથી એકાંત હોવાથી પતન થવાનો ભય રહે અને તે મૈથુનની લાલસાથી ઉન્મત્ત થઈ જવાય. તથા તેવા વિચારો કે દુષ્કાયથી દીધ કાળ ટકે તેવો શારીરિક રેગ થાય અને એમ પતન થવાથી જ્ઞાનીએ બતાવેલા સત્યધમથી ચુત થાય. આવી રીતે વિષયેચ્છા અનર્થોની ખાણ હોવાથી તેના નિમિત્તરૂપ સ્ત્રી, પશુ કે -નપુંસક જ્યાં રહેતાં હોય તેવાં સ્થાને નિરાશ કદી ન ભોગવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org