________________
સ ભિકબુ
નૈધ : ભિક્ષુને સંયમી જીવનના નિર્વાહ માટે જ ભજન કરવાનું હોય છે. રસાળ અને સ્વાદુ ભોજનની વાંછના રાખી ધનવાનને ત્યાં ભિક્ષાથે જવું એ સાધુતાની ત્રુટી ગણુય. (૧૪) આ લેકમાં દેવ, પશુ કે મનુષ્યોના અનેક પ્રકારના અત્યંત ભયંકર અને
દ્વેષ ઉત્પન્ન કરાવનારા શબ્દો થાય છે. તેને સાંભળીને બીએ નહિ તે જ સાધુ કહેવાય.
નેધ : અગાઉના ભિક્ષુઓ જંગલમાં વિશેષ ભાગે રહેતા તે પરિસ્થિતિને અંગે આવી પરિસ્થિતિને વિશેષ સંભવ રહે. (૧૫) લોકમાં પ્રવર્તતા ભિન્નભિન્ન પ્રકારના વાદ (તર્કદિશાસ્ત્રો)ને સમજી,
પિતાના આત્મધર્મને જાળવી સંયમને અનુસરેલો ૫હિત પુરુષ સવ પરિષહેને છતીને; સર્વ જી પર સમાન ભાવ કેળવી ઉપશાંત થયેલું અને કેઈ. જીવને પીડા ઉપજાવે નહિ તેવો થઈને વિચરે તે જ ભિક્ષુ કહેવાય.
નેધ મનુષ્ય જેટલા મત અને વિચારો હોય છે. અને તેને અંગે ભિન્ન ભિન્ન ધર્મો કે પંથે પડી જાય છે. પરંતુ વાસ્તવિક ધર્મ કે સત્યના વિભાગે કદી : હેઈ શકે નહિં. તે તે સર્વ સ્થળે સમાન જ હોય છે. (૧૬) જે શિલ્પ વિદ્યાથી પિતાનું જીવન ચલાવનાર ન હોય તેમ જ જિતેન્દ્રિય,.
આંતરિક અને બાહ્યબંધનથી છૂટેલ, અલ્પ કષાયવાળો, થોડું અને પરિમિત ભક્ષણ કરનાર અને ઘરને છેડી રાગદ્વેષ રહિત થઈ વિચરે તે ભિક્ષુ કહેવાય.
નોધ : વેશનાં પરિવર્તન એ સાધુતા નથી પણ સાધુનું ચિહ્ન છે. સાધુતા અપ્રમત્તતામાં છે; સાધુતા અક્રોધ, અવૈર અને અનાસક્તિમાં છે. સૌ કેઈ આવી સાધુતાને સાધી સ્વ અને પર કલ્યાણને સાધે,
એમ કહું છું. એ પ્રમાણે સભિખૂ નામનું પંદરમું અધ્યયન સમાપ્ત થયું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org