________________
ઉત્તરાધ્યચન સત્ર
ધ્રુવ આથી ખૂબ કાપ્ચા. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યાં. આખરે દૈવી કાપ દૂર કરવા તેં ધ્રુવ પ્રવેશક ઢુંઢવાળા તપસ્વીજી સાથે ભદ્રાનાં લગ્ન કરવાની તૈયારી થવા લાગી.
તે જ સમયે મુનિના દેહમાંથી દેવ અદૃશ્ય થયેા. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જેઈ વિસ્મિત બની ગયા. અંતે પેાતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયેનીએ ત્યાંથી પ્રયાણ કર્યું.
ત્યારબાદ આ ભદ્રાદેવીના સામદેવ નામના પુરેાધસ સાથે લગ્ન થયાં છે. તે દ ંપતી બ્રાહ્મા પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ ૬ પતી ત્યાં મત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યાં છે.
ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારકમહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારગે ભિક્ષાર્થે પધાર્યાં છે. ત્યાં અપરિચિત બ્રાહ્મા પ્રથમ તેના ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દડા લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે? ભદ્રાદેવીને નણુ થયા પછી તેને શી અસર થાય છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાંના પ્રભાવે કેવુ સુવાસિત બને છે ? તે આ અધ્યયનમાં વર્ણવ્યુ છે.
જાતિનાં વિધાન મદ માટે નથી, વણુ વ્યવસ્થા કમ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચ નીચના ભેોને સ્થાન ન હતું જયારથી ઊંચ નીચના ભેદને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુ ોમાં પલટી ગઈ
ભગવાને જાતિવાદનાં ખંડન કર્યાં ગુણવાદને સમજ઼ાળ્યા. મભેદભાવનાં અમૃત પાયાં અને દીન,હીન અને પતિત જીવાના ઉદ્ધાર કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org