________________
ઉત્તરાયણ સુત્ર (૪૩) એ જ પ્રમાણે કામભોગમાં લુબ્ધ થયેલાં આપણે રાગ અને દ્વેષરૂપી
અગ્નિથી બળી રહેલા આખા જગતને મૂઢની પેઠે જાણી શકતાં નથી. (૪૪) ભોગવેલા ભોગોને સ્વઈચ્છાથી વમી (તજીને) સંયમને વિષે આનંદપૂર્વક
જેમ પંખી પિતાની ઈચ્છાપૂર્વક વિચારે છે તેમ આપણે પણ ગામ, નગર
ઈત્યાદિ સ્થળે અપ્રતિબંધ થઈને વિચરવું જોઈએ. (૪૫) આપણું હાથમાં આવેલા આવા ભેગો પણ સ્થિર રહેવાના નથી. (સ્પંદન
કરી રહ્યાં છે.) માટે જેમ (આ પુરોહિત વ.) ચારે જણાએ ત્યાગ કર્યો
તેમ આપણે પણ ત્યાગ કરવો ઘટે. (૪૬) માંસવાળા પક્ષી (ગીધ)ને જોઈને સૌ કોઈ બીજા પક્ષીઓ) માંસ લેવા
માટે તેને દુઃખી કરે છે. પરંતુ માંસ વિનાનાને કઈ દુઃખી કરતું નથી.
માટે પરિગ્રહ રૂપી માંસને સર્વથા છોડીને હું નિરામિષ(નિરાસક્ત) થઈ વિચરીશ. (૪૭) ઉપર કહેલી ગીધની ઉપમાને જાણીને તેમજ કામભોગોએ સંસારને વધાર
નારા છે તેમ સમજીને જેમ ગરુડથી સપ ડરી ડરીને ચાલે છે તેમ આપણે
પણ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ. (૪૮) હે મહારાજ ! હાથી જેમ સાંકળ વગેરેનાં બંધન છેડીને પિતાની વસતિ
(વિંધ્યાચળ, અટવી વગેરે)માં જવાથી આનંદ પામે (તેમ સંસારના બંધન છૂટી ગયા પછી જીવાત્મા ખૂબ આનંદ પામે) હે ઈષકાર રાજન ! મેં આવું (અનુભવી પુરુષો પાસેથી સાંભળ્યું છે અને તે જ હિતકર છે એમ આપ જાણો.
નેધ સન્નારી પણ પુરુષ જેટલું જ સામર્થ્ય ધરાવે છે. પુરુષ અને સ્ત્રીઓ એ બન્ને આત્મવિકાસનાં સમાન સાધક છે. જેમ પુરુષને જ્ઞાન અને મોક્ષના અધિકાર છે તેમ સ્ત્રીઓને પણ છે. યોગ્યતા જ આગળ ધપાવે છે પછી તે સ્ત્રી હે કે પુરુષ હો ! . (૪૯) (કમળાવતી મહારાણુના અસરકારક ઉગારો સાંભળીને ઈષકાર મહારાજાની
મોહ-નિદ્રા ઊડી ગઈ) ત્યારબાદ રાણું તથા રાજા વિસ્તારવાળું મેટું રાજ્ય અને દુઃખે કરીને તજાય તેવા આકર્ષક કામગને તજી દઈને વિષય
મુક્ત, નેહમુક્ત, આસક્તિમુકત અને પરિગ્રહથી રહિત થયાં. (૫૦) ઉત્તમ કામગુણોને તજ્યા પછી અતિ પુસ્વાર્થવાળાં દંપતીએ સાચા ધર્મને
સમજીને સર્વ પ્રસિદ્ધ એવી તપશ્વર્યાને અંગીકાર કરી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org