________________
ઉત્તરાયયન સૂત્ર ઈચ્છાથી) હું ભોગોને તજ નથી. પરંતુ ત્યાગી છવનનાં લાભ, અલાભ, સુખ અને દુઃખને ખૂબ વિચારીને જ મૌન (સંયમમાગ)ને આદરું છું.
નેધ : ભિલ્લુજીવનમાં તે ભિક્ષા મળે ન મળે, અનેક પ્રકારનાં બીજાં સંકટો પણ આવે. ગૃહસ્થજીવનમાં તે બધું સ્વતંત્ર ભોગવવાનું મળ્યું જ છે. છતાં ત્યાગી જીવનની ઈચ્છા થાય તે પૂર્વના યોગ સંસ્કારનું જ કારણ છે. ત્યાગમાં જે દુઃખ છે તે ગૌણ છે, અને આનંદ છે તે મુખ્ય છે. એ આનંદ, એ શાંતિ, એ વિરામ ભોગોમાં કયાંય કોઈએ અનુભવ્યું નથી અને અનુભવશે પણ નહિ. (૩૩) પાણીના પૂરની સામે ચાલનારે વૃદ્ધ હંસ જેમ પછીથી ઝુરે છે (ખેદ પામે
છે) તેમ તું ખરેખર પછી સ્નેહીજનોને રખે સંભારીને ખેદ પામે ! (કે. હાય ! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો ? તેમ) માટે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવ. ભિક્ષાચરી (ભિક્ષુધીની વાટ બહુબહુ દુઃખદ છે.
નોંધ : આ લોકમાં સંયમ માર્ગનાં કષ્ટ અને ગૃહજીવનના પ્રલોભન આપી પાકી કસોટી કરે છે. (૩૪) હે ભદ્ર! જેમ સ૫ શરીરની કાંચળી છેડીને ચાલ્યો જાય છે. તેમ આ
બે તરુણ પુત્રો ભોગોને છોડી ચાલ્યા જાય છે. તો હું શા માટે તેને ન અનુસરું?
નોંધ : સર્ષ પિતાના શરીરમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં કાંચળીને તજી તેને લેવા પ્રેરાતો જ નથી. તેમ સાધકે એ આસક્તિની કાંચળીને છોડી દેવી એ જ યોગ્ય છે. ' (૩૫) (જશા વિચારવા લાગી કે આ બધા) જેમ રહિત જાતનાં (શક્તિવાળા)
માછલાં (તીકણ પૂછડેથી) જીર્ણ જળને છેદીને જળમાંથી છૂટી જાય તેમ કામભોગોથી છૂટી જાય છે. અને જાતિમાન બળદની જેમ ચારિત્રના ભારને • વહનારા તેમજ ઉદાર તપશ્ચર્યાવાળી તે ધીર પુરુષ ખરેખર ત્યાગ માર્ગમાં
જ ગમન કરે છે. (૩૬) જેમ ફેલાયેલી જાળાને તેડી નાખીને પક્ષીઓ ખૂબ દૂર દૂર આકાશ પ્રદેશમાં ' ચાલ્યાં જાય છે તેમ ભાગોની જાળને તોડીને મારા બન્ને પુત્રો અને પતિ
ત્યાગધર્મ સ્વીકારે છે તે હું પણું શા માટે તેને ન અનુસરું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org