________________
ઈપુકારીય
આવી રીતે એ ચારે સમર્થ આત્માઓ થોડા જ કાળમાં અનેક પ્રકારનાં ધન, માલ, પરિવાર, નોકર ચાકર વગેરેને નિરાસક્તભાવે છોડી ત્યાગધર્મને સ્વીકારી લે છે. અને તેમની મિલક્તને કેઈ વારસ ન હોવાથી તે બધું રાજદરબારમાં પહોંચે છે. (૩૭) વિશાળ અને કુલીન કુટુંબ, ધન અને ભોગોને છોડીને બન્ને પુત્ર અને
પત્ની સહિત ભૃગુ પુરોહિતનું અભિનિષ્ક્રમણ (સંયમમાર્ગનું સ્વીકારવું) સાંભળીને (અને તેણે તજેલા વૈભવને મહારાજા ગ્રહણ કરી રહ્યા હતા તે
જોઈને) રાજા પ્રતિ કમળાવતી રાણી વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યાં : (૩૮) હે રાજન ! વમન કરેલાને ખાય તે પુરુષ પ્રશંસા પાત્ર ગણુય નહિ. માટે
બ્રાહ્મણે જે ધનને વમી દીધું (છેડી દીધુ) તે ધનને ગ્રહણ કરવાની આપ
ઈચ્છા ધરાવો છે તે કઈ રીતે યોગ્ય નથી. ' (૩૯) હે રાજન ! કેઈ તમને આખું જગત કે જગતનું સર્વ ધન આપી દે તે
પણ તમારે માટે તે પૂર્ણ નથી. (તૃષ્ણને પાર કદી આવતે જ નથી).
વળી હે રાજન ! આપને તે શરણરૂપ પણ કદી થવાનું નથી. (૪૦) હે રાજન ! જ્યારે ત્યારે આ બધા મનોહર કામભોગોને છોડીને તમે
મરવાના છે. મરણ સમયે આ બધું શરણરૂપ થવાનું નથી. ખરેખર હે નરપતિ ! તે સમયે એક માત્ર સાચે ધર્મ જ શરણભૂત થશે. બીજુ કશું (ધનાદિ) પણ શરણભૂત થઈ શકશે નહિ.
નેધઃ રાણીનાં આ વચને એકાંત તેમના હૃદય વૈરાગ્યનાં સૂચક છે. મહારાજાએ ચિકિત્સા માટે કહ્યું કે જે આટલું સમજે છે તો ગૃહસ્થાશ્રમમાં હજુ શા માટે રહ્યાં છે ? (૪૧) જેમ પિંજરામાં પક્ષિણું (પંખિણી) આનંદ પામી શકતી નથી તેમ (આ
રાજ્ય સુખથી ભરેલા અંતઃપુરમાં) હું પણ આનંદ પામતી નથી. માટે
સ્નેહરૂપી તાંતણુને છેદીને તથા આરંભ (સૂહિંસાદિ ક્રિયા) અને પરિગ્રહ (સંગ્રહવૃત્તિ)ના દેષથી નિવૃત્ત, અકિંચન (પાસે કશું પણ ધન ન રાખનાર),
નિરાસક્ત અને સરળભાવી બનીને સંયમમાગમાં ગમન કરીશ.' (૪૨) જેમ જંગલમાં દવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેતાં
બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે. '
:
,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org