________________
અધ્યયન : તેરમું ચિત્તસંભૂતીય ચિત્ત અને સંભૂતિ સંબંધી
સંસ્કૃતિ એ જીવન સાથે જડાયેલી વસ્તુ છે. જીવનશક્તિની તે પ્રેરણા પુનઃ પુનઃ ચેતનને કર્મબળ દ્વારા ભિન્ન ભિન્ન નિમાં જન્માવે છે. પરસ્પર પ્રેમથી અણાનુબંધ થાય છે અને વિરોધક. અપવાદ ન હોય તે સમાન શીલના જીવે – સમાન ગુણનાં પ્રાણીઓ એક જ સ્થળે ઉત્પન થાય છે. અને જન્મપર્યત અખૂટ પ્રેમની સરિતામાં પરસ્પર ઝીલે છે અને પછી પણ સાથે જ જન્મ લે છે.
ચિત્ત અને સંભૂતિ બને ભાઈ હતા. અખંડ પ્રેમની ગાંઠથી જકડાયેલા હતા. એક નહિ, બે નહિ, ત્રણ નહિ બલકે પાંચ પાંચ જન્મો સુધી સાથે રહ્યા, સાથે જીવ્યા. આવા પ્રબળ પ્રેમબંધુઓ, છ ભલે પૃથક પૃથફ ઉત્પન્ન થાય છે તેનું શું કારણ હશે? છછું. ભવે બન્નેના રાહે શાથી પલટાયા હશે ! તેનું પ્રબળ કારણ એકની આસકિત અને બીજાની નિરાસક્તિ છે. બન્ને ભાઈ ને પ્રેમ જેમ જેમ શુદ્ધ થતો ગયો તેમ તેમ તે વિકાસ પંથે સાથે ને સાથે ઊડ્યા
પ્રથમ જન્મમાં તે દશાર્ણ દેશમાં દાસ રૂપે સાથે રહ્યા હતા. ત્યાંથી કાળે કરીને કાલિંજર નામના પર્વત પર મૃગલા થયા. સંગીત પર તેમને અભંગ નેહ હતો. ત્યાંથી મરીને મૃતગંગાના તીર પર હંસ રૂપે જન્મ લીધે. ત્યાં પણ નેહપૂર્વક જીવ્યા અને પ્રેમવશાત્ સાથે જ મરણ પામ્યા. ત્યાંથી નીકળીને પુનર્ભવ પામી કાશી ભૂમિમાં ચંડાલ રૂપે ઉત્પન્ન થયા.
તે વખતે નમુચિ નામનો પ્રધાન ખૂબ બુદ્ધિમાન અને મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org