________________
g
,
ચિત્તસંભૂતીય (૨૬) હે રાજન ! આયુષ્ય તે જરા પણ વિરામ લીધા વિના નિરંતર ક્ષય થતું
રહે છે. જેમ જેમ દિવસે વધે તેમ તેમ આયુષ્યકાળ ઓછો થાય છે) જેમા જેમ જરા અવસ્થા આવતી જાય છે તેમ યૌવનની કાતિ હરાતી રહે છે. માટે હે પંચાલના રાજેશ્વર ! આ વચનને સાંભળી લે. અને મહારંભ: (હિંસા તથા વિષયાદિનાં ભયંકર કાર્યોને ન કર. (છોડી દે). ચિત્તનાં એકાંત વૈરાત્પાદક અનુભવનાં વચનો
સાંભળી બ્રહ્મદર (સંભૂતિ) બોલ્યા : (૨૭) હે સાધુપુરુષ ! જે વાક્યને આપ કહે છે તે હું પણ હવે જાણી શકું છું..
આ ભોગે જ મને આસક્તિ (બંધન)ના કારણરૂપ છે. પરંતુ હે આય!. અમારા જેવા (દુબળ)થી ખરેખર તે દુર્ભય છે. [આસક્ત પુરુષોથી કામ
ભોગો છૂટવા દુષ્કર છે.] (૨૮) હે ચિત્તમુનિ ! તિથી જ હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનતકુમાર
ચક્રવતીને જોઈને હું કામભોગમાં આસક્ત થઈ ગયો અને અશુભ એવું
નિયાણું [ડા માટે ઘણું ત્યાગવું] કરી દીધું. (૨૯) તે નિદાન કર્યા પછી પણ (તમારા કહેવા છતાં) નિવારણ ન કર્યું. તેથી
જ આ ફળ મળ્યું છે. અને ધર્મને જાણવા છતાં પણ કામ ભોગેની આસક્તિઃ છેડી શકતા નથી.
ધઃ વાસના જાગ્યા પછી પણ જે ગંભીર ચિંતનથી તેનું નિવારણ થાય. તે પતિત થતાં બચી જવાય. (૩૦) જળ પીવા જતાં કાદવમાં ખેંચી ગયેલે હાથી કાંઠાને જેવા છતાં તેને પામી
શકતો નથી. એ જ પ્રમાણે કામભોગોમાં આસક્ત થયેલા અમે (કામભોગોનાં
દુષ્ટ પરિણામને જાણવા છતાં) ત્યાગ માગને અનુસરી શક્તા નથી. (૩૧) કાળ ઉતાવળો થાય છે. અને રાત્રિઓ જલદી પસાર થતી જાય છે.
(આયુષ્યબળ ક્ષીણ થતું જાય છે.) મનુષ્યના કામભોગે પણ નિત્ય નથી. પક્ષીઓ જેમ ફળ ખરી ગયા પછી વૃક્ષને તજી દે છે તેમ પ્રાપ્ત થયેલા કામભોગે પણ પુરુષને તજી દે છે.
ધ : તરુણવયમાં જે કામભોગે પ્યારા લાગે છે તે જ વૃદ્ધવયમાં આકરા થઈ પડે છે. (૩૨) જે ભેગોને સર્વથા છોડવા માટે સમર્થ ન હો તે હે રાજન ! દયા, પ્રેમ,
પરોપકાર ઈત્યાદિ આર્યકર્મો કર. સર્વ પ્રજા પર દયાળુ તથા ધર્મપરાયણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org