________________
ઉત્તરાધ્યયન સૂર
નોંધ : એ ચંડાલ જાતિમાં જે મહાપુરુષના સત્સંગ તથા સંસ્કારને લીધે ત્યાગી થઈ જે શુદ્ધ કર્મો કર્યા છે તેનું જ આ સુંદર પરિણામ પામ્યા છીએ. તે કાળમાં ચંડાલ જાતિમાં મનુષ્યની સમાનતાના અધિકારો બ્રાહ્મગુપગે ખૂંચવી લીધા હતા. (૨૦) હે રાજન ! પુણ્યનાં ફળે કરીને જ મહાસમૃદ્ધિવાળે અને મહાભાગ્યવાળા
તું થયો છે. માટે હે રાજન ! ક્ષણિક ભોગોને તજીને, શાશ્વત સુખ માટે)
મુક્તિ માટે ત્યાગ દશાને અંગીકાર કરી લે. (૨૧) હે રાજન ! આ (મનુષ્યના) ક્ષણિક જીવનમાં સુંદર કાર્યોને નહિ કરવાવાળો
મનુષ્ય ધમને છેડી દીધા પછી મૃત્યુના મોંમાં જ્યારે જાય છે ત્યારે પર
લેકને માટે ખૂબ જ પશ્ચાત્તાપ કરે છે. (૨૨) જેમ સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે તેમ અંત વખતે મૃત્યુ (રૂ૫ સિંહ)
પણ મનુષ્યને નિર્દધ રીતે ગળી જાય છે. ત્યાં માતા, પિતા, ભાઈ વગેર
કઈ સહાયક થઈ શકતાં નથી. (૨૩) તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુઃખમાં જ્ઞાતિજન, સ્નેહીવ, પુત્રો
કે બંધુઓ કઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર છવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે કારણ કે કર્મ તે તેના કરનારને જ અનુસરે છે.
ને ધ: કર્મ એવી વસ્તુ છે કે તેનું ફળ તેના ભતાને જ મળે છે તેમાં પિતાના જીવાત્મા સિવાય કોઈ પણ કાળે ન્યૂનાધિ કઈ કરી શકે જ નહિ આથી કહ્યું છે કે, “તમે જ તમારે બંધ કે મોક્ષ કરી શકે છે.” (૨૪) નોકરચાકર, પશુઓ, ક્ષેત્રો (ઉઘાડી ભૂમિ), મહેલે, ધન અને ધાન્ય
વગેરે સર્વને તજીને માત્ર પિતાનાં શુભ કે અશુભ કર્મની સાથે રહેલ (કમથી પરત ત્ર) એકાકી જીવાભા જ સુંદર કે અસુદર પરલોક (પરાભવ) ને પામે છે.
નેંધ: શુભકર્મ હોય તે સારી ગતિમાં તેનું આકર્ષણ થાય છે. અને અશુભ ‘કમ હોય તો માઠી ગતિમાં થાય છે. (૨૫) (મૃત્યુ થયા બાદ ચિતામાં રાખેલા તેના તે અસાર (ચેતન રહિત) શરીરને
અગ્નિથી બાળીને જ્ઞાતિજને, પુત્ર અને સ્ત્રી વગેરે (તેને થોડા વખતમાં ભૂલી જઈને) બીજા દાતાર (માલિક)ને અનુસરે છે.
ધ : વિશ્વમાં સૌ કોઈ સ્વાર્થ પૂરતું જ સગપણ રાખે છે. એક તરફ સ્વાર્થ ગયો એટલે સૌ કોઈ બીજાને અનુસરવાનાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org