________________
૩.
ઉત્તરાયયન સુ ચિત્ત આ બધું કષ્ટ શાંતિપૂર્વક ચિત્તમાં ખેદ લાવ્યા વગર સહી લે છે. પરંતુ સંભૂતિ આ પરાભવને સહેવા અસમર્થ નીવડે છે. છે. તપશ્ચર્યાના મહાન પ્રભાવથી પ્રાપ્ત કરેલી સિદ્ધિને ઉપયોગ કરવા તૈયાર થાય છે. ચિત્ત પિતાના બંધુને ત્યાગીને ધર્મ સમજાવે છે. છતાં સંભૂતિને કેપ શાંત થતું નથી તેના મુખમાંથી ધૂઝ (ધુંવાડા)ના. ગોટેગોટા નીકળ્યા કરે છે.
આ વાતની જાણ પ્રજા દ્વારા ત્યાંના મહારાજા (સનતકુમાર ચક્રવતી)ને પણ થાય છે. તે પોતે સસૈન્ય, સપરિવાર એ મહા તપસ્વીના દર્શનાર્થે આવે છે. સંભૂતિમુનિ તે મહારાજની સમૃદ્ધિ. જોઈ આસક્ત થાય છે.
પિતાની અપૂર્વ બળે પ્રાપ્ત કરેલી તપશ્ચર્યાપ ઝવેરાતને આવા ક્ષણિક કામગરૂપી કડી ખાતર વેચી દે છે. (જૈનદર્શનમાં આને નિયાણું કહેવાય છે. નિયાણું એટલે ઉત્તમ કાર્યની પાછળ સ્વાર્થની. ભાવના જાગે તે.) ચિત્તને ઉપદેશ તેને જરાએ અસર કરતો નથી.
ત્યાંથી કાળગત થયા પછી શુભ કર્મ દ્વારા એ બંને દેવાનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પછી આસક્તિને લઈને પ્રેમપ્રવાહ વીખરાઈ જાય છે. અને તે જ કારણને લઈને. સંભૂતિ કપીલ્ય નગરમાં ચુલની માતાને ફૂખે ઉત્પન્ન થઈ બ્રહ્મદત્ત નામને. ચક્રવતી (મહાન મંડલેશ્વર) રાજા થઈ બેસે છે. - ચિત્ત પુરિમતાલ નગરમાં ધનપતિ નગરશેઠને ત્યાં જન્મ લે
છે. ત્યાં પણ પુણ્યપ્રભાવને લઈને મિત્ર, પરિવાર, યુવતીએ, માતાપિતાઓ અને સંપત્તિ સંબંધી અનેક પ્રકારે સુખમોજ માણી. રહ્યો છે.
એકદા સંતની પાસેથી એક અતિ ગંભીર ગાથા તેના કર્ણદ્વારમાં અથડાયું. તે પર વિચાર કરતાં પ્રથમ આછું આછું મરણ થયું, કે “આવું મેં ક્યાંક સાંભળ્યું છે અને એ ચિંતનના પરિણામે પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org