________________
ઉત્તરાયચન સત્ર માળીને પકડી કેદ કરે છે. અંતે તે સાચી વાત જાહેર કરે છે અને જેની પાસેથી તે ગાથા સાંભળી છે તે મહા પ્રભાવશાળી ગીરાજને ત્યાં તેડી લાવે છે. - બ્રહ્મદત્ત પિતાના ભાઈનું અપૂર્વ ઓજસપૂર્ણ શરીર જોઈ સ્વસ્થ થઈ જાય છે અને કહે છે કે ભાઈ! આવી સમૃદ્ધિ પામ્યો અને આપ આ ત્યાગનાં દુખે ભેગો છે તેનું શું કારણ? ચિત્ત પણ પિતાના પૂર્વ આશ્રમનું સુખ જણાવે છે. અને ત્યાગમાં દુઃખ છે કે સાચું સુખ છે તેની પ્રતીતિ આપે છે.
ત્યાગ એ પરમ પુરુષાર્થનું પરિણામ છે. ત્યાગનાં શરણુ બળવાન પુરુષે જ ગ્રહણ કરી શકે છે. ત્યાગ એ સિંહવૃત્તિવાળા પાત્રમાં જ ટકે છે. સી જી આમપ્રકાશને ભેટવા તત્પર છે. ઘટતે પુરુષાર્થ પણ કરે છે. અપાર દુઃખ પણ વેઠે છે. છતાં વાસનાની આંટીમાં ફસાયેલાં પ્રાણુને પુરુષાર્થ ઘાણના બળદની માફક ત્યાં ને ત્યાં જ રાખી મુકે છે. આસક્તિને રોગ ચિત્તની વિશુદ્ધિ થવાથી નાશ પામે છે. શુદ્ધ વૈરાગ્યનાં પરિણમન તેવા જ અંતઃકરણમાં સહજ સહજ થઈ જાય છે. (૧) ચંડાલના જન્મમાં (કર્મ પ્રકોપથી) પરાભવ પામેલા સંભૂતિ મુનીશ્વરે
હસ્તિનાપુરમાં (સનતકુમાર ચક્રવતીની ઋદ્ધિ જોઈને) નિયાણું (આવી સમૃદ્ધિ મળે તો કેવું સારું એવી વાસનામાં તપ વેચ્યું) કર્યું અને તેથી પદ્મગુલ નામના વિમાનથી ચળીને (પછીના ભવમાં) ચુલની રાણીની કૂખે બ્રહ્મદર રૂપે તેને અવતરવું પડ્યું.
નોંધ : ઉપરની વાતમાં સવિસ્તર બિના આપી છે એટલે અહીં આપવાની જરૂર નથી. પાગલ વિમાનમાં પહેલા દેવલેક સુધી બને ભાઈ સાથે હતા. આ વખતે જ સંભૂતિ જુદો પડી ગયો તેનું કારણ એ કે તેણે નિયાણું કર્યું હતું. નિયાણાથી તેને મહાઋદ્ધિ મળી ખરી. પરંતુ સમૃદ્ધિનાં ક્ષણિક સુખ કયાં અને આત્મદર્શનને આનંદ કયાં ? એની સમાનતા કદી હોઈ શકે ? | (૨) એ પ્રમાણે કાંપીલ્ય નગરમાં સંભૂતિ ઉત્પન્ન થયા. અને (તેના ભાઈ) . ચિત્ત, પુરિમતાલ નગરમાં વિશાલ એવા શેઠ કુળમાં ઉત્પન્ન થયા. (ચિત્તના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org