________________
ઉત્તરાયયન. સુત્ર (૨૩) આ મહાપ્રભાવશાળી, મહાપુરુષાથી મહાન વ્રતધારી અને ઉત્તમ કીતિ
વાળા મહાયોગી પુરુષ છે. તેને અવગણવા યોગ્ય નથી. રે! એની અવગણના
ન કરો. રખે તો બધાને પિતાના તેજથી તે ભસ્મ કરી નાખશે! (૨૪) આવાં ભદ્રાનાં સુમધુર વચન સાંભળીને વાતાવરણ પર અસર થાય તે
પહેલાં તો) તુરત જ દે ઋષિની સેવા માટે આવી લાગ્યા. અને કુમારોને
નિવારવા લાગ્યા. (૫ણ કુમારે માન્યા નહિ). નેંધ : આ સ્થળે પરંપરા એ પણ ચાલે છે કે અહી ભદ્રાના પતિ સોમદેવે એ કુમારોનું વારણ કર્યું હતું અને દેવે વારણ કરે તે કરતાં આમ થવું વધુ સંભવિત છે. પણ મૂળ પાઠમાં ગરવા શબ્દ હોવાથી અર્થ તેવો જ રાખે છે. (૨૫) અને તે જ વખતે આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા રાક્ષસે ત્યાં આ
સમૂહને અદશ્ય રહી મારવા લાગ્યા (પ્રબળ મારથી) જેનાં શરીર ભેદા ઈ. ગયાં અને લેહીનું વમન થવા લાગ્યું તેવાઓને જોઈને ભદ્રા આ પ્રમાણે
ફરીથી કહેવા લાગી : (૨૬) તમે બધા નખ વડે પર્વતને ખોદવા લાગ્યા છે, દાંત વડે લોખંડને
ચાવવા લાગ્યા છે અને અગ્નિને પગે વડે કરીને હણવા લાગ્યા છે (એમ
માનું છું, કારણ કે આવા ઉત્તમ ભિક્ષુને તમે તિરસ્કાર કર્યો છે. (૨૭) આવા મહર્ષિ (કોપે તે) વિષધર જેવા ભયંકર હોય છે. એ ઉગ્ર તપસ્વી
અને ઘેર વ્રતવાળા મહાપુરુષાથીને તમે ભજનના વખતે મારવા તૈયાર થયા; તો હવે પતંગિયાની સેના જેમ અગ્નિમાં બળી મરે તેમ બળી
મરવાના છો. (૨૮) હજુ જો તમે તમારું ધન અને જીવતર રાખવા ઇચ્છતા હો તો આખા
સમૂહ સાથે મળીને તેના શરણે જઈ મસ્તક નમાવો. આ તપસ્વી પોતે જે કેપિત થશે તે આપા લેકને પણ બાળી નાખશે.
નોંધ : ભદ્રા એ તપસ્વીના પ્રભાવને જાણતી હતી. “હજુ તે આ દૈવી પ્રકોપ છે. પણ હવે નહિ માને અને તેમને શરણે નહિ જાઓ તે તે તપસ્વી કદાચ કોપિત થઈ આખા લેકને બાળી નાખશે એવી મને ભીતિ છે.” સૌને ઉદ્દેશીને તેણીએ તેથી જ તેમ કહ્યું. (૨૯) (તેવામાં તે કંઈ વિચિત્ર ઘટના બની ગઈ.) કોઈની પીઠ ઉપર તો કેઈનું
મસ્તકે નીચું તેમ પડી ગયેલા, કેઈ સાવે કર્મ અને ચેષ્ટા વિહીન બનેલા, કઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગયેલા. ડળ અને જીભવાળા, તો કે ઈ ઊંચા મસ્તકે ઢળી પડેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org