________________
બહુશ્રુતપૂજય (૧૬) જેમ કજ દેશના ઘડાઓમાં આકી (બધી જાતની ચાલમાં ચાલાક
અને ગુણ) ઘેડો વેગથી ઉત્તમ હોય છે. અને તેથી જ ઉત્તમ કહેવાય છે. છે તે જ પ્રકારે બહુશ્રુત જ્ઞાની પણ ઉત્તમ ગણાય છે. (૧૭) જેમ આકીર્ણ (જાતના ઉત્તમ) અશ્વ પર આરૂઢ થયેલ દઢ પરાક્રમી શૂર
છેબન્ને રીતે નન્દિના અવાજે કરીને શોભે છે તેમ બહુશ્રુત (જ્ઞાની) બને તે પ્રકારે (આંતરિક તથા બાહ્ય વિજયથી શોભે છે. (૧૮) જેમ હાથણીથી ઘેરાયેલે સાઠ વરસને પીઢ હાથી બળવાન અને કેઈથી
પરાભવ ન પામે તે હોય છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પરિપકવ-સ્થિર બુદ્ધિ અને અન્યથી વાદ કે વિચારમાં ન હણાય તેવો તેમ જ નિરાસક્ત
હોય છે. (૧૯) જેમ તીણ શિંગડાવાળે અને જેની ખાંધ ભરેલી છે એ ટોળાને નાયક
સાંઢ જેમ શોભે છે તેમ (સાધુ સમૂહમાં) બહુશ્રુત જ્ઞાની શોભે છે. (૨૦) જેમ અતિ ઉગ્ર તથા તીક્ષણ દાઢવાળા પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે
પરાભવ પામતું નથી તેમ બહુશ્રુત જ્ઞાની કોઈથી પરાભવ પામતો નથી. (૨૧) જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાય અપ્રતિહત ': ' (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુત જ્ઞાની પણ (અહિંસા, સંયમ અને
તપથી) બલિષ્ઠ રહે છે.
નોંધ : વાસુદેવ એક હાથે દશ લાખ યોદ્ધાઓને હરાવી શકે છે અને પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર અને કેમોદકી ગદા એ તેમનાં શસ્ત્રો છે. (૨૨) જેમ ચતુરત્ન (ઘોડા, હાથી રથ અને સુભટો એ ચાર સેના વડે શત્રુનો અંત
કરનાર) મહાન ઋદ્ધિવાળો, (ચૌદ રત્નને અધિપતિ, ચક્રવતી શોભે છે તે તે જ પ્રકારે ચૌદ વિદ્યારૂપ લબ્ધી વડે) બહુશ્રુત (ચાર ગતિને અંત કરનાર) - જ્ઞાની શેભે છે. (રાજાઓમાં ચક્રવર્તી ઉત્તમ છે.)
નોંધ : ચક્રરત્ન, છત્ર, અસિ, દંડ, ચર્મ, મણિ, કાંગણે સેનાપતિ, ગાથાપતિ, વાર્ષિક, પુરોહિત, સ્ત્રીરત્ન, અશ્વ અને ગજરત્ન. એ ચક્રવતીનાં ૧૪ રને
છે.
(૨૩) જેમ હજારે નયનવાળા હાથમાં વજ ધારણ કરનાર તથા પુર નામના દૈત્યનો
નાશ કરનાર દેવને અધિપતિ ઈદ્ર શોભે છે તેમ બહુશ્રુત જ્ઞાનરૂપ સહસ્ત્ર
નયનવાળો અને ક્ષમુરૂ૫ વજથી મેહરૂપ દૈત્યને મારનાર જ્ઞાની શોભે છે. (૨૪) જેમ અંધકારને નાશ કરનાર ઊગતા સૂર્ય તેજથી જાણે જાજવલ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org