________________
ઉત્તરાધ્યયન સર (૪) સમ્યફ દર્શનવાળા પુરુષે પોતાની (શુદ્ધ દષ્ટિથી) બુદ્ધિથી આ વાતને વિચારવી
અને પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. આસક્તિ અને સ્નેહને તો છેદી જ નાખવા જોઈએ.
નેધ : સમ્યફદર્શન એટલે આત્મભાન. આસક્તિ અને રાગ દૂર થતાં જાય તેમ તેમ આત્મદર્શન થાય. અહીં ભગવેલ ભોગેનું સ્મરણ ન આવવા દેવું અર્થાત જાગૃતિ રાખવી એ બતાવેલ છે. (૫) ગાય, ઘોડા ઇત્યાદિ પશુધનને, મણિ લેને, તથા દાસ ચાકર વગેરે સર્વને
તું છોડી દઈને કામરૂપી (ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર) દેવ થઈ શકીશ.
(અંતઃકરણથી આ પ્રમાણે વિચારવું). (૬) તેવી જ રીતે સ્થાવર કે જંગમ કોઈ પ્રકારની મિક્ત (ધન) ધાન્ય કે
અલંકારે કર્મોના પરિણામે પીડાતાને દુઃખથી મુકાવવા માટે શક્તિમાન
નથી તેમ સમજે. (૭) પોતાની માફક જ સર્વ સ્થળે સર્વને જોઈને અર્થાત પિતાની માફક અન્ય
જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલે આત્મા કે ઈપણ પ્રાણીઓના પ્રાણને ન હણે.
નેધ : ભય એ ફરતાથી જ જન્મે છે. એટલે મનુષ્ય ક્રર એટલે જ અધિક ભયભીત. વૈર એ શત્રુતાની લાગણી છે. આ બે ભાવોથી વિરમાય એટલે સર્વ જીવો પ્રત્યે પ્રેમામૃત વહ્યા કરે. પોતાની ઉપમાથી દરેક જીવ સાથે વર્તે તે ભાણુમાત્ર પર સહજ પ્રેમ સફરે. (૮) કોઈની આજ્ઞા સિવાય કંઈ પણ લેવું તે નરકગતિમાં લઈ જર છે એમ
માનીને ઘાસનું તરણું પણ આપ્યા વગર લેવું નહિ. બિસુએ પિતાની ઈદ્રિયોને નિગ્રહ કરીને પોતાના પાત્રમાં (રાજીખુશીથી કોઈએ આપેલું ભોજન જ ગ્રહણ કરવું.
નેધ : અદત્તની વ્યાખ્યા ગૃહસ્થ માટે પણ છે. ફેર માત્ર એટલે કે પુરુષાર્થ કરીને તે હકનું વિવેકપૂર્વક લઈ શકે. નીતિને ભંગ કરી જે કંઈ દીધેલું લેવું તે પણ અદત્ત જ ગણાય. (૯) અહીં કેટલાક તે એમ જ માને છે કે પાપકર્મ છેડ્યા સિવાય પણ આર્ય
ધમને જાણીને જ સર્વ દુઃખોથી મુક્ત થવાય છે. તે વસ્તુ ઉચિત નથી.) - નેંધ : આ લોકમાં જ્ઞાન કરતાં વતનની અધિકતા બતાવી છે. વર્તન ન હોય તે વણી નિરર્થક
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org