________________
ઉત્તરાયયન અ*
(૧૯) ઉત્તમ શ્રવણું (સતસંગ–સધર્મ) પામીને પણ (સત્ય પર) યથાર્થ શ્રદ્ધા
થવી બહુ દુર્લભ છે. કારણ કે અવિદ્યાને સેવનાર (અજ્ઞાની) સમૂહ સંસારમાં
બહુ દેખાય છે. માટે હે ગૌતમ! સમયને પણ પ્રમાદ ન કર. (૨૦) સધર્મ પર વિશ્વાસ કરનારને પણ સાચાધર્મને કાયાથી સ્પર્શ કરે તે
પ્રમાણે વર્તન કરવું). તે અતિ દુર્લભ છે. કારણ કે કાજભોગોમાં આસજી થયેલા જેવો સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ! સમય માત્રને
પ્રમાદ ન કર. - કામાગે જે દ્વારા ગવાય છે તેની વખત જતાં શી સ્થિતિ
થાય છે ? તે સ્પષ્ટ બતાવે છે. (૨૧) તારું શરીર જીણું થવા લાગ્યું છે. તારા કેશ ત થવા લાગ્યા છે. તારા
કાનોની શક્તિ ક્ષીણ થવા લાગી છે. હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. (૨૨) તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ વેત થવા લાગ્યા છે. તારી
આંખનું બળ હણાઈ રહ્યું છે. હે ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર. (૨૩) તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ત થવા લાગ્યા છે. તારું
નાસિકાબળ હીન થયું છે. હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. '(૨૪) તારું શરીર જીણું થવા લાગ્યું છે. તારા કેશ ફિકા પડવા લાગ્યા છે.
તારી જીભની શક્તિ હરાઈ ગઈ છે. હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. (૨૫) તારું શરીર કર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારી
સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા લાગી છે. માટે હે ગૌતમ ! સમય માત્રને
પણું પ્રમાદ ન કર. (૨૬) તારું શરીર કર્ણ થયું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારું સર્વબળ. - હરાઈ રહ્યું છે. માટે હવે તું સમય માત્રને પ્રમાદ ન કર.
નેધ: આ કથન ભગવાને ગૌતમનેઉદેશી આપણે સૌને ફરમાવ્યું છે. એટલે આપણે આપણું જીવનમાં ઉતારવું એ જ ઉત્તમ છે. આપણામાંના કેઈ તરુણ, કેઈ યુવાન અને કોઈ વૃદ્ધ પણ થયા હશે, કઈ ઉપરની સ્થિતિ અનુભવતા હશે અિને કોઈ હવે અનુભવવાના હશે. પરંતુ સૌની આ જ સ્થિતિ વહેલી મોડી થતી. રહે છે. ઉપરના સ્લેમાં ચાલુ વર્તમાનકાળના પ્રયોગો હોવા છતાં સંસ્કૃત
વ્યાકરણ પ્રમાણે અદ્યતન, પૂર્ણ વર્તમાનકાળમાં ભાષાંતર તેટલા માટે મૂક્યું છે કે તે જ સંગત લાગે છે. . . . . . . . . :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org