________________
૪૪
ઉત્તરાદયયન સૂર (૨૮) હે ક્ષત્રિય ! મહર, ગાંઠડી છોડનાર, તસ્કર અને બહારવટીઆઓને નિવા
રીને તથા નગરનું કલ્યાણ કરીને પછી જા., | નેધ લોમહર વગેરે બધા ચેરના વિવિધ પ્રકારે છે. (૨૯) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને
આ પ્રમાણે કહ્યું : ' (૩૦) ઘણીવાર મનુષ્યો નિરર્થક દંડને (હિંસાને) જે છે. આવા સ્થળે ગુનો
નહિ કરનારા વિના વાંકે બંધાઈ જાય છે ત્યારે ગુનેગાર (ઘણુવાર) છૂટી જાય છે.
નોંધ : વિશેષ કરીને દુષ્ટમન કે દુષ્ટ વાસના જ ગુને કરાવે છે. પરંતુ તેને કઈ દંડ આપતું નથી. ઈદ્રિ અને શરીર દંડાય છે. આ નિરર્થક દંડ છે. દુષ્ટ વાસનાઓને દંડવી એ જ સાચો દંડ છે તેને જ દંડવા માટે કોશિશ કરવી જોઈએ. (૩૧) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિ
પ્રતિ આ પ્રમાણે છે : (૩૨) હે ક્ષત્રિય ! હે નરાધિપ ! કેટલાક રાજાઓ કે જે તને નમ્યા નથી તેઓને
વશ કરીને પછી જા. (૩૩) આ અર્થને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ
દેવેન્દ્રને આમ કહ્યું : (૩૪) દશલાખ સુભટને દુજય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને
જીત તે ઉત્તમ છે અને સાચી જીત છે..
નેંધ : બહારના યુદ્ધમાં લાખો સુભટને એકલા હાથે જીતનારને પણ જેનશાસન વીર નથી ગણાવતું. કારણ કે તે સાચી જીત નથી, પણ હાર છે. જે એક પિતાના જ આત્માને જીતી લે તે તે સાચો વિજય છે. (૩૫) આત્મા સાથે જ યુદ્ધ કરે, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ
આમાથી દુષ્ટપ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે.
ધ : વિષય ઘણે વિચારણીય અને ગંભીર છે માટે ખૂબ વિચારવું. (૩૬) પાંચ ઈદ્રિયો, કેધ, માન, માયા અને લેભ તથા દુજય એવા આત્માને
છતો એ ઉત્તમ છે, કારણ કે આત્મા છ કે સંવ જિતાયું. (૩૭) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને
આમ કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org