________________
ઉત્તરાદયયન સૂત્ર નેધ : મિથિલાનાં નગરજનોને પક્ષીઓ રૂપ અને નમિરાજને વૃક્ષરૂપ બતાવ્યા છે. (૧૧) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિ
રાજર્ષિને સંબંધીને આ વચન બોલ્યો : (૧૨) હે ભગવન ! આ અગ્નિ અને (તેમાં મદદ કરનાર) વાયુ આ મંદિરને
બાળી રહ્યો છે. અને તેથી તમારુ) અંત:પુર પણ બળી રહ્યું છે. તમે
શા માટે તે તરફ જતા નથી ? (૧૩) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નામરાજર્ષિ દેવેન્દ્ર
પ્રતિ આ વચન બોલ્યા : (૧૪) જેનું ત્યાં (મિથિલામાં) કંઈપણ છે જ નહિ તેવા અમે સુખેથી રહીએ
છીએ અને સુખે કરીને જીવીએ છીએ. (તેથી તે બ્રાહ્મણ !) મિથિલા.
બળવા છતાં મારું બળતું નથી : (૧૫) કારણ કે સ્ત્રીપુત્ર પરિવારથી મુક્ત થયેલા અને સંસારના વ્યવહારથી પસ
થયેલા ભિક્ષુને કંઈ પ્રિય પણ નથી અને કંઈ અપ્રિય પણ નથી.
નેધ : જ્યાં આસક્તિ છે ત્યાં જ ઠેષ છે. ઠેષ છે ત્યાં અપ્રિયતા છે. જે પ્રિયતાને નાશ થયે તે અપ્રિયતા સહેજે સમાઈ જાય અને એ બન્ને વિરમે કે દુ:ખમાત્ર ગયું. કારણ કે દુઃખની લાગણી તેવા ભાવને લઈને જ થાય છે. (૧૬) ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જજાળથી મુક્ત થઈ
એકાન્ત (આત્મ) ભાવને જ અનુસરનારા ભિક્ષને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે.
નેધ : રોગ બધો હદયમાં છે. હૃદયશુદ્ધિ થઈ ને સંતોષ જાગ્યો કે તુરત જ કલ્યાણ અને મંગળનાં દરેક સ્થળે દર્શન થવાનાં. (૧૭) આ અને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલે દેવેન્દ્ર ત્યારબાદ નમિ
રાજષિને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યો : (૧૮) હે ક્ષત્રિય ! કિલ્લો, ગઢને દરવાજે, ખાઈઓ અને સેંકડે સુભટને હણું નાખે તેવું યંત્ર (તાપ જેવું યંત્ર) બનાવીને પછી જા.
ધ: તું તારા ક્ષત્રિય ધર્મને પહેલાં સંભાળી પછી ત્યાગના ધર્મને સ્વીકાર. જે પહેલા ધર્મને ચૂકીશ તે આગળ કેમ વધી શકીશ ? (૧૯) ત્યારબાદ આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ
દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org