________________
નશ્ચિમજ્યા
સગતિ મળતી નથી. પણ લેભથી તે આ લોક અને પરલોક બનેનો ભય રહે છે.
નેધ : શાસ્ત્રકારોએ ચારે કષાનું પરિણામ બહુ દુઃખકર બતાવ્યું છે. પરંતુ તેમાં પણ લાભ તો ઘણો જ હાનિર્તા છે. લેબીનું વર્તમાન જીવન પણ અપકીર્તિવાળું હોય છે. અને તે પાપને સંચય પણ ખૂબ કરતા હોય છે. આથી જ “લેભને સર્વ વિનાશક કહ્યો છે.” (૫૫) તે જ ટાણે બ્રાહ્મણનું રૂપ છેડી દઈને અને ઈદ્રનું રૂપ ધારણ કરીને
આવા પ્રકારની મધુરવાણુઓથી સ્તુતિ કરતો છતે ઈદ્ર વંદન કરે છે.
અને કહે છે : (૫૬) અહો ! તમે કોઇને જીતી લીધો છે. માનને (અભિમાનને દૂર કર્યું છે.
માયાને હઠાવી છે અને લેભને સંપૂર્ણ વશ કર્યો છે. (૫૭) વાહ ! હે સાધુજી ! શું તમારું સરળપણું! શું તમારી કમળતા ! કેવી
તમારી અનુપમ સહનશીલતા ! શું તમારું તપ ! અને શી તમારી
નિરાસક્તિ ! (૫૮) હે ભગવન ! અહીં પણ આપ ઉત્તમ છે, પછી પણ ઉત્તમ થવાના.
સર્વશ્રેષ્ઠ સ્થાન એવી મુક્તિને તમે નિષ્કામી થઈને અવશ્ય પામવાના. (૫૯) ઈન્દ્રદેવ એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ કરતા અને
પ્રદક્ષિણા કરતા કરતા વારંવાર લળી લળી વંદન કરે છે. (૬૦) ત્યારબાદ ચક્ર તથા અંકુશ ઈત્યાદિ લક્ષણેથી અંકિત થયેલાં મુનીશ્વરનાં
ચરણોને પૂછને લલિત અને ચપલ કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઈન્દ્ર
રાજ આકાશમાં અંતર્ધાન થયા. (૬૧) વિદેહને રાજવી નમિ મુનિ કે જે ઘરબાર તજીને શ્રમણ ભાવમાં બરાબર
સ્થિર રહેલ છે તે સાક્ષાત્ ઈન્દ્ર દ્વારા પ્રેરાઈને પોતાના આત્માને વિશેષ
નમ્ર બનાવે છે. (૬૨) આ પ્રમાણે વિશેષ શાણું અને બુદ્ધિમાન સાધકે સ્વયં બોધ પામીને જેમ
નમિ રાજર્ષિ થયા તેમ ભેગોથી નિવૃત્ત થાય છે.
નેધ : ભોગોને ત્યાગ એ જ ત્યાગ. આસક્તિને ત્યાગ એ જ ત્યાગ. કષાયોનો ત્યાગ એ જ ત્યાગ. સાચા ત્યાગ વિના આનંદ ક્યાં છે ?
એમ કહું છું. એ પ્રમાણે નમિ પ્રવજ્યા નામનું નવમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org