________________
ઉત્તરાધ્યયન સુત્ર નેધઃ આ બને શાસ્ત્રોક્ત દષ્ટાંતો છે. તાત્પર્ય એ છે કે ઉત્તમ એવા આત્મસુખને કે જેનાં મૂલ્ય ન થઈ શકે તે છોડીને પરસુખ એટલે જડજન્ય કામગો જે ઈચ્છે છે તે કાણું કેડી માટે સુવર્ણ ગુમાવે છે. રોગથી મુક્ત કરેલ વૈદે રાજાને પથ્ય પાળવા માટે આંબાનું ફળ ખાવાની મના કરી હતી છતાં ભૂલથી (રસાસક્તિથી) ખાઈને તેણે એક સહજ સ્વાદ માટે પોતાને પ્રાણ ગુમાવ્યો. તે જ રીતે સંસારભોગી થોડી ભૂલથી આત્મિક જીવન વેડફી સંસાર પરિભ્રમણમાં પડે છે. ' હવે દેવગતિના ભેગો સાથે મનુષ્યના ભેગની
તુલના કરે છે : (૧૨) એ પ્રમાણે મનુષ્ય સંબંધીના કામે દેવકામોની પાસે છ છે. દેવકામો
(મનુષ્યના ભોગે કરતાં) સહસ્ત્રગણું અને આયુષ્યપયત દિવ્યસ્વરૂપમાં
(૧૩) તે દેવની સ્થિતિ પણ અમર્યાદિત (અનેક વર્ષોની સંખ્યાથી પણ વધુ
કાળની હોય છે. આ બધું જાણવા છતાં સે (૧૦૦)થી પણ ઓછાં વર્ષની (મનુષ્યની) આયુષ્ય સ્થિતિમાં (પણ) દુષ્ટ બુદ્ધિવાળા પુરુષ વિષયમાર્ગમાં
ફસાઈ જાય છે. (૧૪) જેમ ત્રણે વાણિયાઓ મૂળ (મૂડી) ગ્રહણ કરીને (કમાવા અર્થે) નીકળેલા,
ત્યાં તેમને એક લાભ મેળવે છે, બીજે પિતાની મૂળ મૂડી જ પાછી લાવે છે (૧૫) અને ત્રીજો મૂડી ગુમાવીને આવે છે. આ તે વ્યવહારિક ઉપમા છે. પરંતુ
એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું.
નેધ : આ ત્રણે દષ્ટાંત શાસ્ત્રમાં છે. અહીં શ્લેમાં તે સ્પષ્ટ કરે છે. (૧૬) મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે, (મનુષ્યને દેહ મળે
તે મૂળ મૂડી જ છે.) દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે છો નરક અને તિર્યંચ (પશુયોનિ) ભવ પામે છે તે તો ખરેખર મૂડીને પણ ગુમાવે છે.
ધઃ જેઓ સત્કર્મથી દેવગતિ પામે છે તે મનુષ્યભવથી કંઈક વધુ મેળવે છે અને દુષ્કર્મ કરે છે તે અધોગતિ પામે છે. (૧૭) બાલકની (મૂઢજીવની આપત્તિ અને વધુ જેના ગર્ભમાં છે તેવી બે પ્રકારની
ગતિ (ઉપર કહી ગયા તે) થાય છે. આસક્તિને વશ થયેલે તે શઠ દેવત્વ અને મનુષ્યત્વ બને હારી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org