________________
૩૯
કપિલિક
નેધ: જેમ જેમ મળતું જાય છે તેમ તેમ તૃષ્ણ કેવી રીતે વધે છે તેનું ઉપર આપેલું આબેહૂબ ચિત્રણ છે. (૧૮) જેનું અનેક પુરુષોમાં ચિત્ત છે એવી, ઉના છાતીવાળી (સ્તનવાળી) અને
રાક્ષસી જેવી સ્ત્રીઓમાં આસક્ત થવું નહિ કે જે પુરુષને પ્રથમ પ્રલેશન આપીને પછી તેની સાથે ચાકરના જેવું વતન રાખે છે.
ધ: વેશ્યા કે હલકી વૃત્તિની સ્ત્રીઓના સંબંધને આ લેક છે. જેવી રીતે પુરુષોને સ્ત્રીઓમાં ન લેભાગું તે જ રીતે સ્ત્રીઓએ પુરુષોમાં પણ ન લેભાગું તે વાત વિવેકપૂર્વક સ્વીકારી લેવી ઘટે. અહીં શિષ્યને સંબોધીને કહેવાયેલું હોવાથી તે કથનમાં તે સ્ત્રીઓની વાત આવે તે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિક રીતે તે પુરુષ છે કે સ્ત્રી હો ! વિષયની આત વાસના જ અધોગતિ આપનારી છે.. (૧૯) ઘરને ત્યાગી સંયમી થયેલે ભિક્ષ સ્ત્રીઓ પર આસક્ત ન થાય. સ્ત્રીસંગને - તજીને તેનાથી દૂર જ રહે. અને પિતાના ચારિત્ર ધર્મને સુંદર જાણીને
ત્યાં જ પોતાના ચિત્તને સ્થિર કરે. (૨૦) એ પ્રમાણે આ ધર્મ, વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણવ્યો છે. તેને
જેઓ આચરશે તે તરી જશે અને તેવા પુરુષોએ જ બન્ને લેક (આ. લેક તથા પરલક) આરાધ્યા સમજવા.
નેધ : રાગ અને લેભના ત્યાગથી મન સ્થિર થાય છે. ચિત્તસમાધિ વિના યોગની સાધના નથી. યોગસાધના એ તો ત્યાગીનું પરમ જીવન છે. તે સાધવા માટે કંચન અને કામિની એ બન્નેનાં બંધન ક્ષણે ક્ષણે નડતરરૂપ છે. તેને ત્યાગ્યાં તો છે જ પણ ત્યાગ્યા છતાં આસક્તિ રહી જાય છે. તે આસક્તિથી દૂર રહેવા સતત જાગૃત રહેવું એ જ સંયમી જીવનનું અનિવાર્ય ગણતું કાર્ય છે.
એ પ્રમાણે કહું છું. એમ કપિલમુનિ સંબંધીનું આઠમું અધ્યયન સમાપ્ત થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org