________________
અકામ-મરણીય
ર૫ હેતો નથી. જે કોઈ જે સ્થિતિમાં રહી દુરાચાર સેવે તેને નરક, અને સદાચાર સેવે તેને સ્વર્ગ મળી શકે છે. ગૃહસ્થી સુવતી (સદાચારી) કેવી રીતે હેય તે બતાવે છે : ન (૨૩) ગૃહસ્થ પણ સામાયિકાદિ અંગોને શ્રદ્ધાપૂર્વક, (અર્થાત મન, વચન, કાયાથી)
સ્પર્શ કરે અને માસની બને પાખી (પાક્ષિક)ઓમાં એક પાખી પણ પૌષધ વિના ખાલી જવા ન દે.
નેધ : સામાયિક એ જેનદર્શનની આત્મચિંતનની ક્રિયા છે. યોગસાધનની ક્રિયા ગૃહસ્થને પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે. અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં આત્મસાક્ષાત્કાર થઈ મોક્ષ મેળવી શકાય છે. સામાયિક માત્ર એક જ કલાકની ક્રિયા છે અને પૌષધ ક્રિયા એ આખી અહોરાત્રિ (રાત્રિ દિવસ) આત્મચિંતન કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી સૌમ્ય આસને બેસી આત્મચિંત્વન કર્યા કરવાનું કહ્યું છે. (૨૪) આ પ્રમાણે સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી)
રહી શકનારે જીવ આ દારિક શરીર (મલિન શરીર)ને છેડી દેવલોકમાં જઈ શકે છે.
નેધ : પશુ અને માનવીના દેહને જેનશાસ્ત્ર ઔદારિક શરીર કહે છે. - દારિક એટલે હાડ, માંસ, ચામ, રુધિર ઇત્યાદિ બિભત્સ વસ્તુઓને પંજ. (૨૫) વળી જે સંવર કરનારે (સંસારથી નિવૃત્ત થયેલો) ભિક્ષ હોય છે તે સર્વ
દુઃખ નષ્ટ કરીને મુક્ત અથવા મહાન ઋદ્ધિવાળો દેવ (આ બે પૈકી એક) થાય છે.
નોંધ : અહીં એક શંકા થાય કે મુનિને મુક્તિ ને ગૃહસ્થને શા માટે નહિ ? પરંતુ એ વાત તે સ્પષ્ટ છે કે ગૃહસ્થજીવનમાં ત્યાગ એ અપવાદ છે. જે ગૃહસ્થાશ્રમમાં દુઃસાધ્ય છે તે જ ત્યાગ સાચી સાધુતામાં સુસાધ્ય અને વિશેષતર છે. - આથી ગૃહસ્થ કરતાં ત્યાગી શીધ્રતર અને સહેલાઈથી મુક્તિ મેળવી શકે! વાસ્તવિક
રીતે તે જેનદર્શન માને છે કે ત્યાગ એ જ મુક્તિનું અનુપમ સાધન છે. પછી - એ ગૃહસ્થાવાસમાં છે કે સાધુ જીવનમાં હે !
દેવનાં નિવાસસ્થાને કેવાં હોય છે તે વર્ણવે છે : - (૨૬) અત્યંત ઉત્તમ, વિશેષ કરીને મોહ પમાડનારાં (આકર્ષક) અનુક્રમે અધિકા
ધિક દિવ્યકાતિવાળાં અને યશસ્વી સ્થાને કે જે બધાં ઉચ્ચ પ્રકારના દેથી વિભૂષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org