________________
૧
આયુષ્ય શિથિલ પડે ત્યારે તેઓની પણ તે માન્યતા બદલાઈ જાય છે. અને (ખેદ કરવા પડે છે.)
અસસ્કૃત
નોંધ : જો આપણે પહેલાં નથી કર્યુ તે। હવે શું કરી શકીશું? આમ માનીને પણ પુરુષાર્થ છેડી દેવા નહિ. કોઈ પણ કાળે અને કઈ પણ સ્થિતિમાં પુરુષાર્થાં કરતા જ રહેવું. અહીં પરંપરા પ્રમાણે એવા પણુ અથ થાય છે કે -શાશ્વતવાદી એટલે ચેાક્કસ કહી શકનારા એવા જ્ઞાનીજનેા (ત્રિકાળદશી" હોવાથી)
આ જ પ્રમાણે અત્યારે થશે, પછી નહિ થાય કે અત્યારે જ તે જીવ મેળવી -શકશે પછી નહિ વગેરે વગેરે ચાક્કસ જાણે છે તેમે તે પછી પણ પુરુષા કરી શકે. પરંતુ આ ઉપમા તો તેવા મહાપુરુષોને લાગુ પડે ખીજે નહિં. જો તેવી રીતે ખીજો સાધારણ જીવાત્મા તેમ કરે તે તેને આયુષ્યના અંત વખતે ખેદ
કરવા પડે છે.
(૧૦) આવેા વિવેક (ત્યાગ) કરવા માટે શીઘ્ર શક્તિમાન (કેાઈ) નથી માટે કામા (ભાગા)ને છેડી દઈ મહષિ, સંસાર સ્વરૂપને સમભાવ (સમષ્ટિ)થી સમજીને, આત્મરક્ષક બની અપ્રમત્તપણે વિચરે.
નોંધ : કામેાને ભાગવવા અને જાગૃતિ કે નિરાસક્તિ રાખવી એ કામ સહેલું નથી માટે પ્રથમ ભાગાને છેડી દેવા એ જ ઉત્તમ છે. (૧૧) વારંવાર મેાહ ગુણાને જીતતા અને સયમમાં વિચરતા
ત્યાગીને વિષયે અનેક સ્વરૂપે સ્પર્શી કરે છે. પરતુ તેઓને વિષે ભિક્ષુ પેાતાનું મન દુષ્ટ ન બનાવે.
(૧૨) (લલચાવે તેવા) મન્દ મન્ત્ર સ્પર્શે બહુ લાભાવનારા હોય છે. પરતુ તેઓને વિષે મન ન જવા દેવું, ક્રોધને આવવે, અભિમાનને દૂર કરવું, માયા (કપટ)ને ન સેવવી તથા લાભને છેડી દેવે.
(૧૩) જેએ વાણીથી જ સંસ્કારી ગણાતા તુચ્છ અને પરપ્રવાદ કરનારા છતાં સગદ્વેષથી જકડાયેલા છે તે પરતંત્ર અને અધમી છે એમ જાણી તેમનાથી અલગ રહી શરીરના અંત સુધી સદ્ગુણાની જ આકાંક્ષા સેવવી. એમ કહુ છું.
એ પ્રમાણે અસંસ્કૃત નામનું ચોથું અધ્યયન પૂણું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org