________________
ઉત્તરાધ્યયન સૂર (૩) જેવા પ્રકારનાં કર્યો હોય, તેવી રીતે જીવો કદાચિત દેવલોકમાં નરક નિમાં છે અને કદાચિત આસુરી યોનિમાં ગમન કરે છે.
ધ : કર્મવશાત જીવાત્માની જેવી યોગ્યતા સ્વાભાવિક રીતે જ બની ગઈ હોય છે તેવા સ્થાનમાં તે યોજાય છે. (૪) એકાદ વખતે ક્ષત્રિય થાય છે. કદાચિત ચંડાલ થાય છે, કવચિત બુક્કસ
થાય છે. કોઈ વખતે કીડો કે પતંગ થાય છે. વળી કઈ વખતે કુવો, - (નાનજતુ) કે કીડી પણ થાય છે.
. - નોધ : જેની માતા બ્રાહ્મણ તથા પિતા ચાંડાલ હેય તે બુક્કસ કહેવાય છે. અર્થાત્ એવી મિશ્ર જાતિમાં જન્મ લે છે. (૫) કમથી વિંટાયેલા પ્રાણીઓ આ પ્રકારે સંસારચક્રમાં ફરે છે. અને
સર્વાર્થોમાં ક્ષત્રિયોની જેમ સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય પામતા નથી.
નેધ : ચાર વર્ષોમાં ક્ષત્રિયોને વધારે ભોગી માની તેની ઉપમા અહીં આપેલી છે. (૬) કર્મના પાશથી જકડાયેલા અને તેથી બહુ વેદના પામેલા દુઃખી છે
અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં હણાય છે. (૭) કર્મોના ક્રમિક નાશ થયા પછી શુદ્ધિ પામેલા જેવો અનુક્રમે મનુષ્યને ભવને
પામે છે.
ધ : મનુષ્યભવને શાસ્ત્રકારેએ ઉત્તમ માને છે કારણ કે વિકાસનાં બધાં સાધને ત્યાં પ્રાપ્ત થાય છે. (૮) મનુષ્ય શરીર પામીને પણ તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને
સાંભળવાથી જી તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે.
નોંધ : સત્સંગ, સત્ય કે ધર્મની પ્રાપ્તિ કે ઝાંખી ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આપણું સગુણ જાગૃત થાય. (૯) કદાચિત તેવું શ્રવણ પણ થાય છતાં શ્રદ્ધા તે અત્યંત દુર્લભ છે. કારણ
કે ન્યાયમાર્ગ (મુક્તિમાર્ગ)ને સાંભળ્યા છતાં પણ ઘણું જીવો પતિત થાય છે.
નોધ : શાસ્ત્રનું અને ગુરુવચનનું સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવું તેવી સ્થિતિને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધાળુ માણસ સાંભળ્યા પછી બેસી ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org