________________
ઉત્તરાયયન સૂત્ર *. (૪૪) માટે પરફેક જ નથી કે તપસ્વીની ઋદ્ધિ પણ લાગતી નથી. માટે ખરેખર
હું સાધુપણું લઈ ઠગાયો છું એવું એવું ભિક્ષુ ન ચિંતવે. - (૪૫) ઘણું તીર્થકરો (ભગવાન) થઈ ગયા, થાય છે અને થશે. તેઓએ જે - કહ્યું તે બધું ખોટું જ કહ્યું છે. (અથવા તીર્થંકર થઈ ગયા, થાય છે
અને થશે તેમ કહેવાય છે તે ખોટું છે) એમ પણ ભિક્ષુ ન ચિંતવે.
નેધ : માનવબુદ્ધિ પરિમિત છે. જ્યારે ભાવ અપરિમિત છે. જગતની - બધી વસ્તુ આપણે જોઈ પણ ન શકીએ તેમ કલ્પી પણ ન શકીએ. તેથી વિવેકપૂર્વક શ્રદ્ધા રાખી આગળ વધવું એ જ ઉત્તમ છે. (૪૬) આ બધા પરિષહ કાશ્યપ ભગવાન મહાવીરે કહેલા છે. તેને જાણીને
(અનુભવીને) ભિક્ષુ કઈ સ્થળે તેમાંના કોઈથી પણ પીડાયા છતાં ન હણાય.
નેધ : આમાંના ઘણું પરિષહ ઉચ્ચ યોગીને, કેટલાક મુનિને તથા કેટલાક સાધકને લાગુ પડે છે. છતાં આમાંથી આપણું જીવનમાં પણ ઘણું ઉતારી શકીએ છીએ. અણગાર માગ અને અગરિમાર્ગ બંને જુદા હોવા છતાં તેને - સંબંધ બહુ ગાઢ છે. બન્ને એક જ ધ્યેયે જનારા છે. શ્રમણવર્ગનાં ઘણું વિધાન ગૃહસ્થને લાગુ પડે છે.
પરિષહ એ સાધકનું અમૃત છે. મુકેલીની શાળા સાધકને આગળ અને - આગળ ધપાવે છે.
એમ કહું છું. આમ પરિષહ નામનું બીજુ અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org