________________
પરિષહ - નેંધ : આખી પૃથ્વીને પિતાનું કુટુંબ માની સંયમીએ મમત્વભાવ રાખ્યા. વિના સર્વ સ્થળે વિચરવું. (૨૦) સ્મશાન, શૂન્ય ઘર કે વૃક્ષના મૂળમાં એકાકી શાંત ચિત્ત રાખી (સ્થિર
આસને) બેસવું. જરા પણ બીજાને ત્રાસ ન આપ. (૨૧) ત્યાં બેસતાં તેને ઉપસર્ગો (કેઈએ ઈરાદાપૂર્વક આપેલાં કો) આવે તો
તેને દઢ મનથી સહન કરવાં. પણ શંક્તિ કે ભયભીત (બીકણુ) થઈ ઊઠીને બીજી જગ્યાએ ન જવું.
નેધ : એકાંતમાં ક્યાં અને કેવી રીતે મુનિ બેસે તેનું આ વિધાન છે. (૨૨) સામર્થ્યવાળા તપસ્વી ભિક્ષુએ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાશ્રય (રહેવા માટે
મળેલું સ્થાન) મળે કાલાતિક્રમ કરવો નહિ. કારણ કે “આ સારું છે.
આ ખરાબ છે.” એવી પાપદષ્ટિ રાખનાર સાધુ આચારથી પતિત થાય છે. (૨૩) સ્ત્રી, પશ, પંડગ ઇત્યાદિથી રહિત, સારો કે ખરાબ ઉપાશ્રય મેળવીને,
“આ એક રાત્રિના ઉપયોગથી મને શું સુખ દુખ થઈ જવાનું છે ?” આ પ્રમાણે ભિક્ષુએ ચિંતવી લેવું.
નેધ : સ્ત્રી, પશુરહિત સ્થાનમાં રહેવાનું કારણ એ છે કે તેવા નિર્જન, સ્થાનમાં ભિક્ષુ સમાધિમાં વધુ સ્થિર થાય. (ચિત્તચલિત ન થાય), (૨૪) કોઈ બીજો મનુષ્ય ભિક્ષુ પર આક્રોશ કરે તે તેની સામે કઠોર વર્તન કે -
કેપ કરવો નહિ. (કારણ કે તેમ કરવાથી) મૂખ જેવું બને. માટે શાણે ભિક્ષ કોપ ન કરે.
નોંધ : આક્રોશ એટલે કઠોર શબ્દ કે તિરસ્કારનાં વચનો. (૨૫) શ્રવણાદિ ઈદ્રિયોને કરકતુલ્ય તેમ જ સંયમનું દર્ય નાશ કરે તેવી ભયંકર..
કે કઠોર વાણું સાંભળીને પણ ચુપચાપ (મૌન ધારણ કરી) તેની ઉપેક્ષા
કરવી, તે વાણુને મનમાં સ્થાન આપવું નહિ. (૨૬) (કોઈથી) હણાય તે પણ ભિક્ષુ ન કોપ કરે કે મનનાં સામા માટે દેષ ન.
રાખે. પણ તિતિક્ષા (સહનશીલતા)ને ઉત્તમ જાણીને તે જ ધર્મને આચરે. (૨૭) સંયમી અને દાન્ત (ઈદ્રિયોનું દમન કરનાર) એવા શ્રમણને કોઈ સ્થળે
કઈ પણ મારે કે વધ કરે તે જીવને નાશ થવાને નથી” આમ એ. સંયતિ (સંયમી) ચિંતવે. નેધ : પિતા પર આવેલા મૃત્યુસંકટને પણ મનમાં લાવ્યા વિના સહન.
Jain Education International
For Private & Personal Jse Only
www.jainelibrary.org