________________
અધ્યયન : બીજુ
પરિષ હ
વિનય પછીનું બીજું અધ્યયન પરિવહનું આવે છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. એ અનેક પ્રકારોમાંના અહીં બાવીસનું વર્ણન છે. તપશ્ચર્યા અને પરિવહન ફેર એ છે કે ઉપવાસાદિ તપશ્ચર્યામાં વેઠવાં પડતાં ભૂખ દુઃખ, ટાઢ, કે તાપ વગેરે વેચ્છાએ હોય છે. જ્યારે ખાવાની ઈચ્છા હોવા છતાં કે ભાણુમાં હોવા છતાં કેઈ આકસ્મિક કારણથી ન મળે કે ન ખવાય છતાં પ્રતિક્રિયા કર્યા સિવાય સમભાવે તે કષ્ટનું વેદન કરી લેવું તેને પરિષહ કહેવાય છે. આ પ્રકરણમાં સંયમીને ઉદ્દેશીને વર્ણન છે. છતાં ગૃહસ્થ સાધકને પણ આવા અનેક પ્રસંગોમાંથી પસાર થવાનું હોય છે જ. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે.
સુધર્મવામી પોતાના સુશિષ્ય જબૂસવામીને ઉદ્દેશીને બોલ્યાઃ
“મેં સાંભળ્યું છે” આયુષ્યમાન ભગવાન સુધર્મ સ્વામીએ આ પ્રમાણે કહ્યું : (અહીં ખરેખર બાવીસ પરિષહ શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે). સાધક ભિક્ષુ, તે સાંભળીને, જાણીને, જીતીને, તેને પરાભવ કરીને ભિક્ષાચીમાં ગમન કરતાં પરિષહાથી સપડાય તે ન હણાય ! (કાયર ન બને).
શિષ્ય પૂછે છે ? ભગવદ્ ! તે બાવીસ પરિષહે કયા? શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે. જેને સાંભળીને, જાણીને, જીતીને, તેને પરાભાવ કરીને ભિક્ષુ ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિપહેથી પકડાતાં કાયર ન બને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org