________________
પ્રકરણ તેરમું દર્શનપ્રભાવક' મોક્ષમાળાનું મંગલ સર્જન
દરશન સુપ્રભાવી ગૂથ જેણે રસાળા,
દિન ત્રણમહિં વર્ષે સળગે મોક્ષમાળા. (સ્વરચિત) આ “અપૂર્વ અનુસારનું પ્રથમ અમૃતફળ શ્રીમદની અમૃત (Immortal, nectarlike) કૃતિ મોક્ષમાળા છે. તત્વમંથનકાળમાં પ્રજ્ઞાનિધિ શ્રીમદે જે ષદર્શનનું મધ્યસ્થ નિષ્પક્ષપાત પર્યાલેચન કર્યું, જિનાગનું–વીતરાગ શાસ્ત્રોનું ઊંડું ત્વરિત અવગાહન કર્યું, કેઈ અપૂર્વ આત્માનુભવનું અનુભવન કર્યું, પૂર્વના કેઈ અપૂર્વ આરાધનનું અપૂર્વ અનુસંધાનરૂપ અનુસરણ કર્યું તેને ફળપરિપાક શ્રીમદૂના આ મહાન “દર્શનપ્રભાવક' મોક્ષમાળા ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનકળાની સોળે કળાએ પરિપૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર આ અનુપમ ગ્રંથની અદ્દભુત ગૂંથણી અપૂર્વ પરિપૂર્ણ તવકળાથી કરી છે; બુધજન-ચકેરે ન્હાઈને આનંદ પામે એવી પરમ અમૃતમયી જ્ઞાન–ચંદ્રિકા રેલાવી છે, વીતરાગદર્શનના દઢ ગાઢ રંગથી અસ્થિમજજા રંગાયેલા શ્રીમદે જગના ચોકમાં વીતરાગદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જિનદર્શનને–વીતરાગદર્શનને ડક વગપડાવ્યો છે, નિષ્પક્ષપાત ન્યાયમૂર્તિની જેમ સર્વદર્શનની મધ્યસ્થ પરીક્ષાપૂર્વક વીતરાગદર્શનની સર્વોપરિતા પ્રસ્થાપિત કરી જિનશાસનને મહાપ્રભાવ વિસ્તાર્યો છે, અને આમ સન્મતિતર્ક જેમ “દર્શનપ્રભાવક ગ્રન્થ ગણાય છે, તેમ જિનદર્શનની મહાપ્રભાવના કરનાર આ અપૂર્વ મેક્ષમાળા ગ્રન્થ મહાદશનપ્રભાવક ગ્રન્થ તરિકે સુપ્રસિદ્ધ થયો છે. સેંકડો વર્ષોના શાસ્ત્ર અભ્યાસી મહાપંડિત કે મહાબહુશ્રુતે પણ વારંવાર વાંચીને પણ જેની નકલ (Copy or Immitation) કરવાને પ્રાયે સમર્થ ન થાય, એ આ તત્ત્વકલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગંભીર શાશેલીથી સેળ વર્ષની વયે માત્ર ત્રણ દિવસમાં જ ગૂંચ્યો છે એ મહાન આશ્ચર્યોનું આશ્ચર્ય છે, અદ્ભુતાદભુત છે!
પિતાને જે કાંઈ જ્ઞાનને લાભ પ્રાપ્ત થયે છે તેને લાભ બીજા જીવોને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણુ કરુણથી પોપકારશીલ જ્ઞાનીઓ પોતાને પ્રાપ્ત જ્ઞાનને અન્ય જીવોમાં વિનિયોગ થાય એવી પ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રીમદ્દ જેવા મહાજ્ઞાનને વીતરાગપ્રણીત મેક્ષસન્માનું જે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય સમ્યક સત્ય સ્વરૂપ પિતાને સમજાયું–સંવેદાયું–અનુભવાયું, તેને લાભ જગજજીવોને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આબાલવૃદ્ધ સર્વ કેઈને ઉપયોગી–ઉપકારી થઈ શકે એ મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનારે ગ્રંથ સરલ દેશ ભાષામાં ગૂંથવાને સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં સફુર્યો. આ વિચારને પુષ્ટિ મળે એમ તે કેઈ ગ્રંથ સરલ