________________
અતીન્દ્રિય જ્ઞાન અને
શક્તિના ચમત્કારે
૧૩૯
આત્માની નિર્મળતાને કારણે શ્રીમદ્રને અનેક લબ્ધિ-સિદ્ધિ પ્રગટી હતી. પણ તેને પ્રવેગ કરવાને શ્રીમદે સ્વપ્નાંતરે પણ વિચાર કર્યો નથી, છતાં ક્વચિત્ સહજ સ્વભાવે તેવો બનાવ બનવા પામ્યું હશે. જેમકે-કલ્લોલવાળા કુંવરજીભાઈ મગનલાલે (જૂઠાભાઈના સાળા) નેપ્યું છે કે–સં. ૧૯૪૩ના ચોમાસામાં વરસાદ રાત્રે વરસતો હતો. શ્રીમદ્દ શ્રી ચંચળબહેનને (શેઠ ઉમાભાઈ) ત્યાં હતા. પાસે છત્રી ન હતી, ગાડી ન હતી, શ્રી જુઠાભાઈનાં બારણું અંદરથી વાસેલાં હતાં. છતાં રાત્રે બાર વાગ્યે શ્રીમદ્ વગર ભીંજાયે કોરાં કપડે શ્રી જુઠાભાઈના મકાનમાં અંદર પધારેલ!
તેમજ-શ્રીમદ્દ ભેગશકિતનો ચમત્કાર દાખવવા કદી પ્રયાસ કરતા નહીં, તથાપિ અનાયાસે કવચિત્ તે ચમત્કાર બનવા પામ્યું છે, તેનું દર્શન આપણને પદમશીભાઈએ વર્ણવેલા ટોકરશીભાઈના પ્રસંગમાં (સં. ૧૫૫માં બનેલા) પ્રાપ્ત થાય છે. તે અત્રે જેમ છે તેમ પદમશીભાઈની નોંધ પ્રમાણે આપણુંઃ ટોકરશીભાઈ પીતાંબર પ્લેગની માંદગીમાં ગૂજરી ગયા. તેમના ભાઈ દેવચંદભાઈને દિલાસો આપવા પદમશીભાઈ ગયા, ત્યારે દેવચંદભાઈએ કહ્યું–પદમશીભાઈ, અમે તે ઠગાયા. ભાઈ ગુજરી ગયા એ તે બહું માઠું થયું, પણ અમે કવિરાજ (પૂજ્ય શ્રી શ્રીમદ)ને ઓળખ્યા નહીં માટે ઠગાયા. આટલા દિવસ અમે માનતા કે, તેઓ સારા ભણેલા અને કવિ છે, પણ ગઈ કાલે તેઓની શક્તિ જોઈ અમે અજબ થઈ ગયા. પદમશીભાઈએ પૂછ્યું—એવું બન્યું હતું? દેવચંદભાઈએ કહ્યું- ભાઈ ટોકરશીને તાવ ગાંઠ અને સન્નિપાત એટલા જોરમાં હતા કે, તે દુકાનના ગ્રાહક સબંધી અને બીજો બકવાદ કરતા હતા, અને ઢેળ (ખાટલે) ઉપરથી ઊઠીને ભાગી જતા હતા. તેને અમે ચાર જણાએ પકડી રાખેલ હતા. ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે કવિરાજ ત્યાં (ઘર દેવની દુકાને) આવ્યા ને પૂછ્યું –ટોકરશી મહેતાને કેમ છે? અમે સખત માંદગીનો જવાબ આપે. કવિરાજે કહ્યું- તમે બધા દૂર ખસી જાઓ. મેં (દેવચંદભાઈએ કહ્યું- ટેકરશીભાઈ ઊઠીને ભાગી જશે. કવિરાજે કહ્યુંનહીં ભાગે. ફક્ત કવિરાજને વિનય જાળવવા અમે બધા ઢોળણીથી હાથે એક આસરે અળગા ખસી ગયા, ને કવિરાજ પાસે બેઠા.
પછી પાંચેક મીનીટે ભાઈ ટેકરાશીએ તદ્દન સાવચેત થઈ વિનયપૂર્વક કહ્યું કેકવિરાજ, તમે કયારે પધાર્યા છે? કવિરાજે કહ્યું- પાંચેક મિનિટ થઈ, તમે કેમ છે? ટોકરશીભાઈએ કહ્યું- ઠીક છે, પણ ગાંઠની પીડા છે. તે પછી થોડી વાર રહી તેમણે પોતાના દીકરા હેમચંદને કહ્યું કે- ચા ઉકળા. કવિરાજે કહ્યું- કોના માટે ? ટેકરશીભાઈએ એક હું અને બીજા ચાર જે પ્રથમ બેઠેલા હતા તેના દરેકના નામ સાથે કહ્યું કે તે ચા અમે પીશું, ને આપના માટે બીજી સારી ચા ઉકળાવશું. ત્યારબાદ અર્ધા કલાક લગભગ શાંત રહ્યા. બાદ કવિરાજ વિકટોરીઆ ગાડીમાં બેસી પોતાની દુકાન તરફ ગયા. પછી પાંચેક મીનીટે ભાઈ ટેકરીને પ્રથમ પ્રમાણે સન્નિપાત જેરમાં જણાયો. ત્યારે અમે કવિરાજને તેડવા માણસ મોકલ્યો. તેણે દુકાને જઈ કવિરાજને આવવા કહ્યું, તેના ઉત્તરમાં કવિરાજે “જેમ બનવાનું હોય તેમ બને છે એમ કહ્યું ને આવવા ના પાડી.