________________
૫૧૩
મુમુક્ષુઓને માર્ગદર્શન: આત્માર્થ અમૃતપાન હોય છે. (અં. ૫૦૬) કષાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણું તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. (અં. ૭૦૬) જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધનિવૃત્તિના ઉપાયે સહજમાં સિદ્ધ થાય છે. (અ. ૪૯૭). ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” (અં. ૬૪૩). આ વૈરાગ્ય–ઉપશમને આરંભપરિગ્રહત્યાગ સાથે અતિગાઢ સંબંધ છે. જેમ જેમ આરંભ પરિગ્રહનું બળ ઘટે છે, તેમ તેમ વિરાગ્ય-ઉપશમનું બળ વધે છે. એટલે જ વિરાગ્ય-ઉપશમની પ્રેરણા કરતાં શ્રીમદ મુમુક્ષુઓ પરના પત્રોમાં આરંભ–પરિગ્રહના ત્યાગ પર સવિશેષ ભાર આપે છે. જે જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વિરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપમનાં મૂળ છે. વૈરાગ્ય અને ઉપશમનાં કાળ છે. (અં. ૫૦૬). આરંભ અને પરિગ્રહને જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. (અં. ૩૩૨). અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તે ઘણાં વર્ષને ઉપાસે વિરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતાં ચિત્ત ન જ છૂટે પ્રવર્તાવું ઘટે છે, એ વાતને મુમુક્ષુ જીવે કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. (અં. ૫૬૧). જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગને ઉપદેશ કર્યો છે અને ઘણું કરી પિતે પણ તેમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.' (અં. ૬૬૫). ઈ.
પૂર્વે અભ્યાસ નહિં હોવાથી અથવા વિપરીત અભ્યાસ હોવાથી આ મુમુક્ષતા અને તેના વિશિષ્ટ અંગભૂત આ અંતરંગ વૈરાગ્ય–ઉપશમાદિ ભાવોની પરિણતિ પ્રથમ થવી કઠણ પડે, પણ નિરંતર તે અભ્યાસ કરતાં તેની અવશ્ય સિદ્ધિ હોય છે, એ વસ્તુ દર્શાવતાં શ્રીમદ્ મહામુમુક્ષુ અંબાલાલભાઈ પરના પત્રમાં (અં. ૬૪૪). પ્રકાશે છે—
અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠણ પડે, તથાપિ નિરંતર તે ભાવ પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમને ચેન ન હોય ત્યારે તે ભાવે જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્યક્ષેત્રાટ ઉપાસવાં, સન્શાસ્ત્રને પરિચય કરો ચગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તે અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં અ–૬૫