________________
તીવ્ર અસાતાઉદયમા પરમ અદ્ભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા
૭૩૩
જ વેઢે છે; અને તેથી જ્ઞાનીને નવા બંધ થતા નથી ને પૂર્વકની નિર્જરા થાય છે. અજ્ઞાની વિષમ ભાવથી અશાંત ભાવે વેઢે છે, તેથી તેને નવા બંધ થાય છે. અજ્ઞાની અસમતાથી અશાંતભાવે વેદે તેથી તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી, જ્ઞાની સમતાથી શાંતભાવે વેઢે તેથી તે વેદના કાંઇ વધી જતી નથી. અને તેવા પ્રકારે પરમ સમતાથી પરમ શાંતભાવે વેદનીય વેદનારા પમ શાંતમૂત્તિ શ્રીમદે આ અમૃતપત્રમાં (અ. ૯૨૭) આ અનુભવસિદ્ધ અમૃત વચન પ્રકાસ્યું છે—યથાર્થ જોઈએ તા શરીર એ જ વેદનાની મૂર્ત્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેઢે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સભ્યદૃષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણુ સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. x x અજ્ઞાનદૃષ્ટિ જીવાખેદથી વેદે તાપણ કંઇ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવા શાંત ભાવે વેદે તા તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન ખંધના હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિરા થાય છે. આત્માથીને એ જ કન્ય છે.' અત્રે આ અમૃતપત્રમાં જણાવ્યું છે તેમ પરમસમરસભાવી શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તે આ અસાતા વેદનીયના ઉદયને સમભાવે—પરમ શાંતભાવે જ વેદતા હતા અને પૂર્વકની બળવાન્ નિર્જરા જ કરતા હતા, અને આવી અનુપ્રેક્ષા કરતા હતા—હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવા જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેઢના માત્ર પૂર્ણાંકની છે, પણ મારૂ સ્વરૂપ નાશ કરવાને તે સમ નથી, માટે મારે ખેદ કત્તવ્ય જ નથી.' (મ. ૯૨૭) ઇત્યાદિ.
પરમ
આમ આત્મભાવના ભાવતા પદ્મ ભાવિતાત્મા શ્રીમને તીવ્ર અસાતાને ઉદય હતેા છતાં તે મધ્યે પણ તેઓ નિર ંતર આત્માના શુદ્ધ સ્વરૂપને જ સંભારતા હતા—શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉયમાન વર્તે છે, તાપણુ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જાય છે. X X આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ.' (અ. ૯૪૦). તીવ્ર અસાતાઉયમાં પણ આવા શુદ્ધસ્વરૂપસ્થિત શ્રીમદ્નની પરમ અદ્ભુત સમતા જોવા ચેાગ્ય છે! સ. ૧૯૫૭ના ચૈત્ર શુદ ૨ ના દિને રાજકેાટથી લખેલ પત્રમાં (અં. ૯૫૩) શ્રીમદ્દ લખે છે—વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ' શાક શો ?’ અને પત્રાંક ૯૩૮માં પણ સમતાસૃત્તિ શ્રીમદ્ આ કત્લી અમૃત વચન લખે છે— સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્ર ંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રના માગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા ચાગ્ય છે. શાંતિ.’ અર્થાત્ આ સમભાવે સમ્યપ્રકારે વેદના અહિંયાસવારૂપ–સહન કરવારૂપ પરમધમ સમતારસધામ પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ આચરી રહ્યા છે, તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ વૃત્તિ ન થાય એ શુદ્ધ ચારિત્રના માર્ગને અપ્રમત્ત જાગૃતપણે અનુસરી રહ્યા છે, ઉપશમમૂળ જ્ઞાનદશામાં વત્તતાં તીક્ષ્ણ વેદના વેદી પરમ નિજ રા હરી રહ્યા છે, એમ આ પરમ શાંતભૂત્તિ શ્રીમના દિવ્ય આત્મામાંથી નિકળેલા