Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 783
________________ ૭૩૪ અધ્યાત્મ રાજચંદ્ર આ અનુભવઉદ્ગાર ઉદ્દઘોષે છે. આ પરમ અદ્દભુત સમતામૂત્તિ હત પરમ શાંતમૂર્તિ શ્રીમદને દિવ્ય આત્મા ! અને આવી પરમ અદ્દભુત હતી પરમ ધર્મમૂર્તિ શ્રીમદૂના દિવ્ય આત્માની સ્વરૂપમાં શમાવારૂપ પરમ આત્મશાંતિ ! અને આમ પરમ આત્મશાંતિમય ઉપશમરૂપ ઔષધનું જ નિરંતર સેવન કરતા રહી કામવા હુ રામvoi એ સૂત્રને ચરિતાર્થ કરતા આ પરમ ભાવશ્રમણ શ્રીમદ આ ઉપશમને જ પરમ ઔષધ લેખતા હતા, અને “જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા એવા સમરસ રસાયણનું જ ભાવન કરતા રહી “નહિં તૃષ્ણ જીવ્યા તણું મરણગ નહિં ક્ષોભ” એવી પરમ અવધૂત દશા જ ધારતા હતા, છતાં બીજા જીવોના અનુરોધથી ઉદાસીનપણે નિરવઘ ઔષધાદિ ગ્રહણ કરતા હતા, પણ ગમે તેવા અસાતાઉદયમાં પણ પરમ સમતારસમાં જ ઝીલતા હતા. અને આ પરમ સમતાઅમૃતરસમાં ઝીલતા સમતાઅમૃતખાણ શ્રીમદે અસાતાના ઉદયમાં પણ અદ્ભુત સંમતા ધારતા જ્ઞાનીઓએ આચરેલા સન્માગને પરમ અદ્દભુત વિધિ પ્રકાશતાં, શ્રી વનમાલીભાઈ પરના આ અમૃતપત્રમાં (અં. ૯૧૩) પિતે અનુભવસિદ્ધ કરેલ આ સમતા અમૃતના સન્માર્ગ પર પરમ અદ્દભુત પ્રકાશ નાંખે છે : સર્વ સંસારી જી શાતાઅશાતાને ઉદય અનુભવે છે,–મુખ્યપણે અશાતા જ અને કવચિત જ શાતા–અને તે પણ અંતર્દાહમય અનુભવે છે; “પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ચોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણોને નાશ કરવામાં ન આવે તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ અત્ર પત્રપ્રારંભમાં જણાવી શ્રીમદ્ તે શાતા-અશાતાને નિમ્ન કરવા તત્પર થયેલ જ્ઞાનીઓના સન્માર્ગને નિર્દેશ કરે છે–એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરુષે તે અંતર્દાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંકલેશઅગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાને આત્યંતિક વિયેગ કરવાનો માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. આમ શાતા–અશાતાના ઉદયને નિર્મૂળ કરવા માટે તેના મૂળ કારણોને નેવેષતા-શોધતા તે મહત પુરુષોને જગજવાથી વિપરીત-વિરુદ્ધ-વિશિષ્ટ લક્ષણવાળી એવી “વિલક્ષણ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી વૃત્તિ ઉદ્દભવતી કેન્દ્રશાતા કરતાં અશાતા ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિક સમજાતે.” અર્થાત શાતા કરતાં અશાતાના ઉદયને આ આત્મપરાક્રમી પુરુષો વિશેષ કલ્યાણકારી માનતા, અશાતાને ઉદય આવી પડેઅને તે પણ તીવ્રપણે આવી પડે તે એમનું આત્મવીર્ય એર વિશેષ જાગૃત થતું— ઉલ્લાસ પામતું અને “આવી જાઓ!” એમ પડકાર કરી તેઓ કર્મકટક સાથે યુદ્ધ કરવા કટિબદ્ધ થઈ જતા. જેમ જેમ અશાતાને ઉદય વધતો જાય, તેમ તેમ તેમના આત્મવીર્યને ઉલ્લાસ વધતું જાય-જાગૃત થતું જાય! જાણે એકબીજા વચ્ચે હોડ-શરત

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794