Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 792
________________ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના ૭૪૩ દ્વાદશાંગ પર્યત રચના કરી છે. તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વિતરાગ છે. ૪ ૪ સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્વ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. (અં. ૭૫૫). શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સતકૃતને પરિચય છે. (સં. ૮૨૫). વચનામૃત વીતરાગના, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ. આ સત શ્રતમાં જિનાગમ ઉપરાંત શ્રીમદે આ મહાન ગ્રંથની ગણના કરી છે–“શ્રી પાંડવપુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર, શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્રી પદ્મનંદિ પંચવિંશતિ, શ્રી મદ્રેસાર, શ્રી રત્નકરંડ શ્રાવકાચાર, શ્રી આત્માનુશાસન, શ્રી મોક્ષમાર્ગીપ્રકાશ, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, શ્રી યોગદષ્ટિસમુચ્ચય, શ્રી ક્રિયાકેષ, શ્રી ક્ષપણુકસાર, શ્રી લબ્ધિસાર, શ્રી ત્રિલેસાર, શ્રી તત્ત્વસાર, શ્રી પ્રવચનસાર, શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપ્રાભૂત, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી રયણસારઆદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સતકૃત સેવવા ગ્ય છે. એ ફળ અલૌકિક છે—અમૃત છે.” (નં. ૯૫૬-૧૫). તેમજ આ સત્ શ્રુતગણનામાં આ ગ્રંથસૂચિ પણ સૂચવી છે–વૈરાગ્યશતક, ઇંદ્રિયપરાજ્યશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, ગદષ્ટિસમુચ્ચય, નવતત્વ, મૂળ પદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિન્દુ, આત્માનુશાસન, ભાવનાબેધ, મોક્ષમાર્ગ પ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી ચોવીશી, (અં. ૫૬, ૩૩). ઈત્યાદિ. (અત્રે ઉપલક્ષણથી તેવા તેવા બીજા ગ્રંથ પણ સમજી લેવા.) તેમજ– સન્મતિતક, આસમીમાંસા, ષદર્શનસમુચ્ચય, યોગશાસ્ત્ર, આદિ ગ્રંથના વારંવાર આદરપૂર્ણ ઉલેખે જે તેમના વચનોમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે તે પણ તેમને તે તે ગ્રંથે પ્રત્યેનો પ્રેમ સૂચવે છે. શ્રીમદને જ્ઞાની મહાત્માઓના કૃત પ્રત્યે કેટલે પરમ પ્રેમ હતો તેના એક બે ઉદાહરણ–(૧) એમ કહેવાય છે કે શ્રીમદને જ્યારે કઈ તરફથી સમયસાર શાસ્ત્રની પ્રત મળવા પામી ત્યારે તેમનો આત્મા એટલા હર્ષથી નાચી ઊઠયો કે તેમણે તે માટે ખે ભરીને રૂપીઆ આપ્યા. (૨) શ્રી મનસુખભાઈ કિરતચંદ મેધે છે–એક દિવસ મારા પિતાશ્રીએ શ્રીમદ્દનું એક રજીસ્ટર બુકપોસ્ટ તેમને તરત પહોંચે તેટલા માટે મને આપ્યું. હું તે લઈ શ્રીમદ્ પાસે જઉં છું ત્યાં મોટા રસ્તા ઉપર ડેલી હાર ટોપી પહેરેલ શ્રીમદ્ મારી રાહ જોઈ ઉભા છે. જતાં જ શ્રીમદે કહ્યું કે તમે અમારું પુસ્તક લઈને આવે છે તેની રાહ જોતા ઉભા છીએ. (આ પણ અંતર્યામીપણું). (મનસુખભાઈ –સાહેબ, આ પુસ્તક શેનું છે? શ્રીમદ્દ–એ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા છે. વરાગ્યને ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનારા ચાર શ્લેક અદ્ભુત છે. એ ચાર શ્લોક માટે આ ગ્રંથની રાહ જોતા હતા.”—આ અદ્દભુત હતો શ્રીમદને જ્ઞાનીઓના વચન પ્રત્યેનો પરમ પ્રેમ ! પરમ આદરાતિશય ! શ્રીમદે સૂત્રકૃતાંગસૂત્રમાં પ્રવેશ કરાવનારે જે અદ્ભુત પ્રવેશક લખે છે (અં. ૩૭૫) તથા આસમીમાંસા-ચોગશાસ્ત્ર

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794