Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 794
________________ 75 પરમશ્રુતપ્રભાવક મંડળની સ્થાપના “અહો સપુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો! 34 શાંતિ: શાંતિ: શાંતિ: (અં. 875). અત્રે આવું પરમ ઉપકારી વીતરાગધ્રુત એ જ પરમશ્રત છે ને એ જ “સત શ્રત છે, એમ કહેવાનું પ્રયોજન શું? એ પ્રયજન સ્પષ્ટ કરતાં પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ગ્રંથના “સતશાસ્ત્રને ઉપકાર એ નવમા પાઠમાં સ્પષ્ટ દર્શાવ્યું છે તેમ તે અસશાસ્ત્રને વ્યવછેદ કરવા માટે છે. કારણકે સતશાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; અસશાસ્ત્ર તો ઉપકારી નહિં, પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષ–મોહની વૃદ્ધિ કરનારા એવા અસતશાસ્ત્રનું આત્માથીને શું પ્રજન? જગતપૂજ્ય એવું સતશાસ્ત્ર અમૃત છેડી કુશાસ્ત્રવિષથી આત્મવિડંબના કેણ કરે ? સતશાસ્ત્ર એ ભવરગનો નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃતસંજીવની છે. એટલે ભવરોગનું નિવારણ ઈચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ–મોહરૂપ ત્રિદેષથી આ જીવને સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત લાગુ પાડ્યો છે, વીતરાગરૂપ સર્વે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેને આ ત્રિદોષ સનિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાચ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતો જાય છે. પરમ શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ શ્રુત ઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂછિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃતસમી આ શ્રતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત કરાવે છે. પરમ શાંતસ્વરૂપ વીતરાગના વદન-હિમાદ્રિમાંથી નીકળેલી એવી શાંતસુધારસના કલેલે ઉછાળતી શ્રુતગંગાના નિર્મલ નીરમાં જે નિમજજન કરે છે, તે આત્મા શીતલ શુચિ અને શાંત થાય છે અને તે દિવ્ય સરિતાની અખ ડ શાંતવાહિતાના પ્રવાહમાં તણાતે જઈ પરમાત્મસ્વરૂપ સમુદ્રને મળે છે.”. -પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા પાઠ 9. (સ્વરચિત.) આ જેનો અનન્ય પરમ ઉપકાર છે એવા પરમકૃતની–પરમસત્ શ્રતની જગતમાં બહોળા હાથે મુક્ત કંઠે ને મુક્ત હૃદયે પ્રભાવના થવી જોઈએ,-એમ આ પરમ વીતરાગમાર્ગપ્રભાવક શ્રીમદને આ પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપનામાં મહાન આશય હતો, પરમ ઉદાર ભાવના હતી,–કે જેથી જ્ઞાની પુરુષના પ્રવચનને–પરમ શ્રુતને-સત્ શ્રતને જગજજી વચે-વિચારે, તે સન્માન-સન્માર્ગની દિશાને પામે. આવી પરમ ઉદાર ભાવનાને લઈને જ વીતરાગમાર્ગની પરમ પ્રભાવનાપ્રકૃષ્ટ ભાવનાથી પરમ ભાવિતાત્મા પરમ વીતરાગમાર્ગ પ્રભાવક શ્રીમદે આ અ–૯૪

Loading...

Page Navigation
1 ... 792 793 794