Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 790
________________ તીવ્ર અસાતાઉદયમા પરમ અદ્દભુત સમતા: અવ્યાબાધ સ્થિરતા ૭૪૧ ઉદય પ્રમાણે મુખ્યત-મુખ્યપણે અશાતા જ વત્તી રહી છે. છતાં શ્રીમદના દિવ્ય આત્માની તે સ્વરૂપમાં શમાવારૂપ પરમ શાંતિ અનુભવતી આવી “અવ્યાબાધ સ્થિરતા જ છે. આમ અવ્યાબાધસ્થિતિસંપન્ન પરમ જીવન્મુક્તદશાપ્રાણ શ્રીમને સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અનુકરણ કરવા યોગ્ય કે અનન્ય મોક્ષપુરુષાર્થ ! સર્વકાળના સર્વ સંતને-સર્વ પુરુષોને નમસ્કાર કરવા ગ્ય એ પરમ પુરુષ શ્રીમદ્દને કે અસીમ આત્મપુરુષાર્થ ! સમસ્ત વિશ્વને વંદન કરવા ગ્ય–પરમ વિશ્વવંદ્ય પુરુષોત્તમ શ્રીમદ્દનું કેવું અલૌકિક આત્મપરાક્રમ! આવા તીવ્ર અસાતા ઉદયમાં પણ પરમ સમતામૂત્તિ શ્રીમદ્દના દિવ્ય આત્માની સમતા કેવી અદ્ભુત છે! શરીરની અસ્વસ્થ સ્થિતિમાં પણ પરમ સ્વસ્થ સહજાસ્વરૂપસ્વામી શ્રીમદ્દના દિવ્ય આત્માની અવ્યાબાધ સ્થિરતા કેવી અદ્ભુત છે !! પ્રકરણ એકસે ચારમું પરમકૃતપ્રભાવક મંડળની સંસ્થાપના પરમશ્રત પ્રભાવક મંડળની સ્થાપના એ શ્રીમદના જીવનનું એક મહાન કાર્ય છે. શ્રીમદ્દન શ્રીહસ્તે જો કોઈ સંસ્થાનું સંસ્થાપન કરાયું હોય તો તે આ એક જ છે. એટલે જ પુણ્યશ્લોક શ્રીમદના પુણ્ય નામ સાથે જોડાયેલી આ સંસ્થાનું મહત્ત્વ ઈતર સર્વથી અધિક છે અને એટલે જ શ્રીમદ્દના સ્વશ્રીહસ્તે સંસ્થાપિત આ સંસ્થાનું સ્થાન સર્વપ્રધાન છે,-એ શ્રીમદ્દના ગુણાનુરાગી સર્વ કેઈ સ્પષ્ટ સમજી શકે એમ છે. આ પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાની સંસ્થાપના શ્રીમદે સં. ૧૯૫૬ના ભાદરવા વદમાં વઢવાણુ કૅમ્પ ક્ષેત્રે સ્થિતિ વેળાયે કરી. તે વખતે ક્ષીણદેહ શ્રીમદની શરીરસ્થિતિ અત્યંત અનારોગ્ય અને અતિ નિર્બલ હતી, પણ પ્રાયે ક્ષીણમેહ શ્રીમદ્દની આત્મસ્થિતિ પૂર્ણ આરોગ્યસંપન્ન અને પરમ બળવાન હતી. એટલે શરીરની આવી નિર્બળ સ્થિતિમાં પણ પ્રબળ આત્મબળને લઈને જ શ્રીમદ્ આ સંસ્થા સ્થાપનને પરિશ્રમ લઈ શક્યા, એ જ શ્રીમદ્દનો પરમકૃત પ્રત્યેનો પરમ પ્રેમ પ્રકાશે છે. પરમશ્રત પ્રત્યેને શ્રીમદને પરમ પ્રેમ અસીમ હતો, પરમ શાંત રસપ્રધાન વીતરાગથતનું પરમ ગૌરવ શ્રીમદૂને રોમે રોમે વ્યાખ્યું હતું. પરમ” એટલે જેનાથી પર કઈ નથી ને જે બીજા બધાથી પર છે એવું “શ્રુત’–સત શ્રુત-સતુશાસ્ત્ર તેને જે પ્રભાવ વર્તાવેપ્રભાવના કરે તે પરમકૃત“પ્રભાવક', અને આ પરમકૃતપ્રભાવના પરમ પુણ્ય કાર્યમાં

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794