Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 791
________________ અધ્યાત્મ રાજચંદ્ર જે જોડાય તે “મંડળ',-એમ “પરમકૃતપ્રભાવક મંડળ” એવું યથાર્થ ગુણનિષ્પન્ન નામાભિધાન આ સંસ્થાનું રાખ્યું તે પણ અત્યંત સૂચક છે, અને પરમાર્થ પ્રજનભૂત આ સંસ્થાને પરમાર્થ ઉદ્દેશ પણ સ્પષ્ટ કરે છે. એટલે આવા પરમશ્રતને વિશ્વમાં પ્રભાવ થાયપરમ વીતરાગકૃતનું જગતમાં પ્રભાવન થાય એવા પરમ ઈષ્ટ ઉદ્દેશથી– પરમ પરમાર્થ પ્રજનથી પરમાર્થભૂત્તિ શ્રીમદે આ પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના કરી, અને આ પરમાર્થપ્રયજન અર્થે ફંડ શરૂ કરી શ્રીમદ્ પિતે સ્વહસ્તે જૂદા જૂદા મુમુક્ષુજને પાસેથી તેમાં યથાશક્તિ ફાળ ભરાવતા અને મુમુક્ષુજને પણ પૂર્ણ ભક્તિથી યથાશક્તિ ફાળે ભરતા હતા. શ્રીમદે આ ચરિત્રાલેખકના પૂ. પિતાશ્રી મનસુખભાઈ કિરચંદને કહ્યું હતું—“મનસુખ, સમૃતના પ્રચારરૂપ એક યોજના ધારી છે. ફંડ શરૂ થયું છે. ભાઈઓએ સારી રકમ ભરી છે. નવલભાઈએ ઠીક ભર્યું છે. તમને કેમ લાગે છે? (મનસુખભાઈ_) સાહેબ, બહુ સારું કર્યું છે. સતશ્રતને પ્રચાર થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે તો બહુ સારૂં. (શ્રીમદ્ –) તેમ થશે.” પરમ પરમાર્થ રંગી શ્રીમદે પોતે સર્વથા નિષ્પરિગ્રહવ્રત ધાર્યું હોવાથી સંસ્થા સંબંધી અર્થવ્યવહારને હાથ પણ લગાડતા નહિં અને તે સંબંધી વાતચીતને પણ અતિચાર લેખતા, એટલા બધા નિયમપાલનમાં કડક (strict) હતા. એટલે સંસ્થા અંગેના અર્થ– ફંડ સંબંધી વ્યવસ્થા તેમણે બીજાઓને–પુંજાભાઈ હીરાચંદ, પોપટલાલભાઈ મહેકમચંદ આદિને સોંપી હતી. શ્રીમદ્દ જેવા પરમ સંવેગી પરમશ્રત પુરુષની પ્રેરણાથી સંસ્થાને ઘણે વેગ મળે અને ઘણું જ થોડા વખતમાં સારૂં જેવું ફંડ એકઠું થઈ સંસ્થાને દઢ પાયે નંખાઈ ગયે; પરમાર્થ પ્રેમરૂપ સોનાની ઈટો મૂકી સત શ્રતભક્તિઅમૃતલનું જ્યાં સિંચન કરાયું એવી આ પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાનો શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમકૃતચિંતામણિ સંતશિરોમણિના વરદ હસ્તે વજલેપ પાયો નંખાઈ ગયો, અને તે પર પરમતપ્રભાવનાનો પરમ ભવ્ય મહાપ્રાસાદ નિર્માણ કરવાની યેગ્યતાવાળી વજલેપ દઢ ભૂમિકા બંધાઈ ગઈ. શ્રીમદ્દ જેવા પરમ પરમાર્થ. રંગી પરમ પુરુષ જ્યાં કર્ણધાર પ્રણેતા હોય અને આજ્ઞારંગી ભક્તિમાન મુમુક્ષુજને જ્યાં અનુયાયી હોય, ત્યાં થોડા સમયમાં આવી પરમાર્થ સંસ્થાને દઢમૂલ થતાં શી વાર લાગે? શ્રીમદ પિતે કેવા પરમશ્રત હતા તેનું દર્શન આપણે અત્રે આ ગ્રંથમાં સ્થળે સ્થળે કર્યું જ છે અને “એક કલેક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે (અં. ૯૧૭),-એમ શ્રીમદ્દનું સ્વાનુભવ અમૃતવચન સ્વયં પ્રકાશે છે. આવા શ્રીમદ્દ જેવા પરમશ્રુત જ્ઞાનાવતાર પુરુષને પરમકૃત પ્રત્યે પરમ પ્રેમ હોય એમાં આશ્ચર્ય શું? આ પરમશ્રત એટલે શું ? અને તે કયું? ઉપરમાં કહ્યું તેમ જે શ્રત બીજા બધા ગ્રુત કરતાં પર છે અને જેનાથી બીજું કઈ પર નથી તે પરમ કૃત; અને તે શ્રત કેવળ સર્વજ્ઞ વીતરાગપ્રણીત જ છે અથવા તદાશ્રિતપણે વીતરાગ સપુરુષપ્રણીત જ છે. શ્રીમદે સ્વયં પ્રકાશ્ય છે તેમ–વિશુદ્ધ દષ્ટિવાનને વીતરાગશ્રત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહપુરુષોએ એક શ્લેકથી માંડી

Loading...

Page Navigation
1 ... 789 790 791 792 793 794