Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 787
________________ ૭૩૮ અધ્યાત્મ રાજય વિધિ બતાવ્યા છે, તે અચિત્ય તત્વચિંતામણિરત્નનિધાન પરમ સમતામૂર્તિ શ્રીમદૂની પિતાની સમતા કેવી અદ્દભુત હશે ! અશાતા ઉદય મળે જેણે પરમ “શાંતિ મંત્ર જપે છે તે પરમશાંતમૂર્તિ શ્રીમદની આત્મશાંતિ કેવી અનુપમ હશે ! તે આ તેમને અમૃતપરા જગતને પોકારીને જાહેર કરે છે. અને આવા આ તીવ્ર અશાતાઉદય મધ્યે શ્રીમદ્દના દિવ્ય આત્માની અવ્યાબાધ સ્થિરતા કેવી છે, તે શ્રીમની અંતિમ અવસ્થામાં–૧૯૫૭ના ફા. વદ ૩ના દિને રાજકેટથી લખાયેલે શ્રીમદ્દને આ અમૃતપર (અં. ૫૧) ડિંડિમનાદથી ઉદ્ઘોષે છે– ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બે રહ્યો હતો, તે આત્મવીયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્ય વેદી શાતા પ્રત્યે છે શાંતિઃ –આ ઘણું ગૂઢાર્થપૂર્ણ અમૃતપત્રમાં શ્રીમદે પિતાને અધ્યાત્મ જીવનનું ઘણું ઘણું રહસ્ય માર્મિકપણે અદ્ભુત આલંકારિક ભાષામાં લાક્ષણિક રીતે કહી દીધું છે. તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય આ પરમ આશયગંભીર શબ્દનો આશય સમજાવો અતિ દુર્ગમ્ય છે, એટલે કંઈ આશયાંતર સમજાતું હોય તે તે આ ચરિત્રાલેખકને જ દોષ સમજ એટલી સ્પષ્ટતાપૂર્વક આ શબ્દોને આશય સામાન્યપણે એમ સમજાય છે કે–તીવ્ર અસાતાઉદયમાં પણ પરમ આત્મપુરુષાથી શ્રીમદ્દ અપૂર્વ આત્મપરાક્રમથી આ મોક્ષમાર્ગને પ્રવાસ પૂરો કરવા માગતા હતા. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનું હતું, – આ અનંત ભવને અંત આણી-અનંત ભવમાગને પ્રવાસ ઘણી ત્વરાથી પૂરો કરી શ્રીમદ્દ જેમ બને તેમ જલદી મોક્ષપુરપત્તને પહોંચી જવા માગતા હતા; વવાણીઆબંદરના આ રત્નત્રયીના અનન્ય વ્યાપારી રત્નાવણિકને હવે મોક્ષ-બંદરે પહોંચવાનું ઘણું જ થોડું છેટું રહ્યું હતું, દેહ છતાં દેહાતીત મહા વિદેહ દશારૂપે ઊર્વી અધ્યાત્મ ભૂમિકાક્ષેત્રમાં વિચરતો આ દિવ્ય આત્મા સંદેહમુક્ત-જીવન્મુક્ત તે હતો જ, પણ વિદેહમુક્ત પણ થવા માંગતા હતા. જ્ઞાનીઓના સનાતન સન્માર્ગે ઘણી ત્વરાથી ગમન કરતે આ મોક્ષમાર્ગને મહાન પ્રવાસી કર્મ ખપાવતો ખપાવતે અનંત ભવને અંત આણી હવે લગભગ છેવટના એક ભવની મર્યાદામાં–હદમાં આવી ગયો હતો, અને છેવટને ભવ પણ ન રહે એવા અસીમ ઉગ્ર આત્મપુરુષાર્થમાં લાગી ગયો હતે. “કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા ભવના અંતના ઉપાયરૂપ નિગ્રંથ પંથે અપ્રમત્ત ગધારાથી વિચરતા પરમ સંવેગરંગી શ્રીમદ્દ તીવ્ર સંવેગથી ધસી રહ્યા હતા, અને કેવલ લગભગ ભૂમિકાને સ્પર્શી મોક્ષપુરપત્તનને કિનારે દેખાય ત્યાં આવી પહોંચ્યા હતા, હવે ઈષ્ટ સ્થળે પહોંચ્યા કે પહોંચશું એમ થઈ રહ્યું હતું. અનંતા ભવનો અંત તે આણી દીધો, હવે આ રહ્યો સહ્યો માત્ર એક ભવ શી વિસાતમાં? એમ તે ભવને પણ પૂરે કરવાને સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતા શ્રીમદ પરમ સંવેગા

Loading...

Page Navigation
1 ... 785 786 787 788 789 790 791 792 793 794