Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 780
________________ અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વીતરાગ દશા ૭૩૧ ભક્તિમાન મુમુક્ષુજનો તથા વાત્સલ્યવાન સ્વજનની ખડે પગે અનન્ય સેવા-સુશ્રષા છતાં શ્રીમદની શરીરપ્રકૃતિ દિન-પ્રતિદિન ક્ષીણ થતી રહી હતી. તંદુરસ્ત હાલતમાં જે શરીરનું વજન ૧૩૦-૧૪૦ રતલ રહેતું તે વજન ૫૭ રતલ જેટલું નીચું ઉતરી ગયું હતું, પણ આ પરમગુરુના આત્માની આત્મદશાનું ગુણગણગૌરવરૂપ વજન તે ઉંચું વધતું જ ગયું હતું, વિતરાગ જેવી અનુભવસિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી, આત્મા નિજાનંદના પરમાનંદમય અમૃતસિંધુમાં નિમગ્ન હતું. આવી ઉચ્ચ વીતરાગદશામાં વિહરનારા શ્રીમદના સતત સાન્નિધ્યમાં રહી શ્રીમદૂની સેવા-વૈયાવચ્ચને અનન્ય ધન્ય લાભ ઊઠાવનારા મનસુખભાઈ દેવશીભાઈ તે વખતનું નજરે જોયેલું શ્રીમદુની વીતરાગ આત્મદશાનું તાદશ્ય ચિત્ર આલેખે છે–આવી શરીરસ્થિતિ વખતે મુખમુદ્રા પ્રફુલ્લિત, આત્મા આનંદમય અખંડિત વર્તાતે હતો. તે વિચારતાં સ્પષ્ટ લાગે છે, આત્મા અત્યંત જાગ્રત તે ઉપગ વર્તાતે હતા, અને દેહ રહેવાનું નથી તેમ જાણતા હતા. અને તેથી આત્મામાં મંદ દશા કઈ વખતે જોયેલ નહીં, પણ વર્ધમાન જાગૃત ઉપયોગ વર્તતે હતું, અને તે છેવટ સુધી ચરણમાં તે પ્રભુની કૃપાથી રહેવાનું બનેલ, પણ કઈ વખતે પણ રાગ દ્વેષ કષાય નેકષાય જોવામાં આવેલ નથી, પણ તેને ક્ષય કરેલ તે જોવામાં આવેલ હતો.” આવી વીતરાગ આત્મદશામાં ઝીલતા શ્રીમદે વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ ૬ સુધી સ્થિતિ કરી. અત્રેથી આ છેલ્લા દિને લખેલા પત્રમાં શ્રીમદ જણાવે છે–“શરીરપ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે. તે અવસરે મુનિવરને પ્રાપ્ત થવા ગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિને સંભવ છે. ૩ શાંતિઃ.” આ પત્રમાં જણાવ્યું છે તેમ શ્રીમદ્ આ ફાગણ સુદ ૬ના દિને વઢવાણથી રાજકેટ પધાર્યા અને ત્યાં આ દેહના જીવનના અંત પર્યત સ્થિતિ કરી. આનું આલેખન આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના છેલ્લા પ્રકરણમાં કરશું. આ છે શ્રીમદ્દના અસાધ્ય રોગના આક્રમણને ઈતિહાસ. શરીરની આવી દીર્ઘ અનારોગ્ય અવસ્થામાં પણ વીતરાગ શ્રીમદૂને દિવ્ય આત્માની આરોગ્ય અવસ્થા કેવી પરિપૂર્ણ હતી ! શરીરની આટલી અસ્વસ્થતા મળે પણ શ્રીમદના દિવ્ય આત્માની સ્વસ્થતા કેવી અદ્દભુત હતી! નમસકાર હો નમસ્કાર હે આવા પરમ આત્મઆરોગ્યસંપન્ન પરમ આત્મસ્વસ્થ શ્રીમના દિવ્ય આત્માને !!!

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794