Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 779
________________ અધ્યાત્મ રાજચંદ્ર કરુણાથી સહજ નિકળેલા આ વચનેને મર્મ એ સમજાય છે કે લાભહાનિને તેલ કરી જાણનારા ખરા વાણીઆ હોય તે લાભને વ્યાપાર કરે, લાભના વ્યાપારને લાગ આવ્યો હોય તે ભૂલે નહિં, ને ભૂલે તે તે વાણીઆ નહિં. આ સાક્ષાત્ ચોથા આરાના પુરુષ મળ્યા છે, તેને આત્મલાભ ઊઠાવતા નથી, તે ભૂલે છે,–અરે!ચોથા આરામાં પણ જે મળવા દુર્લભ-ન મળે એવા પુરુષને આ કાળમાં લેગ મળે એમ થયું છે, છતાં તે અમૂલ્ય લાભ ભૂલે છે–ચૂકી જાય છે, એટલે તેઓ આત્મલાભને વ્યાપાર કરનારા ખરા વાણીઆ નથી, ભૂલે છે, એમ સહજ સખેદાશ્ચર્ય દર્શાવ્યું સંભવે છે. અત્ર અમદાવાદમાં એક વખત શ્રી દેવકરણુજી મુનિએ શ્રીમદને આ શરીર આટલું બધું ક્ષીણ કેમ થઈ ગયું એમ પૂછ્યું. શ્રીમદે જણાવ્યું—“અમે શરીરની સામે પડયા છીએ. ધરમપુરમાં અપગ્યાહાર (નિરવઘ પણ શરીરપ્રકૃતિને અનુકૂળ ન આવ્યું એવા) સેવનથી એમ થયું જણાય છે. વિદાય વેળાએ મુનિઓને ધર્મમૂર્તિ જ્ઞાનાવતાર શ્રીમદે સંવેદાતી આત્મદશા સહજ ' સૂચવતા આ મર્મપૂર્ણ સ્પષ્ટ શબ્દ શ્રીમુખે કહ્યા હતા–અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહીં.” આવા પૂર્ણ આત્મઆરોગ્યસંપન્ન શ્રીમદે અત્ર અમદાવાદમાં ર૭ દિવસ સ્થિતિ કરી, પણ શરીરઅનારોગ્યસ્થિતિ છે જેમની તેમ હતી. - અમદાવાદથી ૧૯૫૭ના માગ. વદના પ્રારંભમાં શ્રીમદ્ શિવમુંબઈ પધાર્યા. પૂર્વે જણાવ્યું છે તેમ કચ્છીભાઈ પદમશી ઠાકરશી નોંધે છે કે–પૂજ્યશ્રીનું શરીર માંદગીથી: ઘણું કૃશ થઈ જતાં બેસવા ઊઠવાની શક્તિ ન હતી, ત્યારે પણ પુસ્તક પિતાને હાથે ઉથલાવી જેવાનું કરતા. ત્યારે કઈ કઈ ભાઈ કહેતા કે હવે આપે કાંઈ શ્રમ નહીં લેવો જોઈએ. પૂજ્યશ્રી તેના ઉત્તરમાં કહેતા કે શરીર હથીયારરૂપ છે, માટે એનાથી જે જે સુકૃત્ય થઈ શકે તે કરી લેવું જોઈએ. શ્રી મનસુખભાઈ કિરતચંદે પણ નેપ્યું છે –“તમે અમને કોઈ ભાઈ કઈ પૂજ્યશ્રી, કઈ સાહેબજી, કઈ કૃપાળુદેવ આદિથી સંબે છે, તેનું અમને કાંઈ માન નથી.” લાલનને ઉદ્દેશીને શ્રીમદે માર્મિક બંધ કર્યો હતો “ભાઈ લાલન, લોકકલ્યાણ હિતરૂપ છે. તે કર્તવ્ય છે. પણ પિતાની યેગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનું છે.” શિવમુંબઈથી શ્રીમદે હવાફેર અર્થે વલસાડ પાસે તિથ્થલ પિષ સુદ ૮થી માહ વદ પ સુધી સ્થિરતા કરી અને ત્યાંથી વઢવાણ તરફ પધાર્યા. રસ્તામાં નડિયાદ સ્ટેશને પિપટલાલભાઈ, પંજાભાઈ, મેતીલાલ ભાવસાર આદિએ દર્શનલાભ લીધે. અમદાવાદ સ્ટેશને સેમચંદભાઈ મહાસુખરામ વગેરે ટ્રેનમાં સાથે બેસી ગયા અને દર્શનલાભ લઈ સાણંદ સ્ટેશને છૂટા પડયા તે વખતનું છેલા દર્શનનું કરુણ હૃદયભેદી દશ્ય આલેખતાં સેમચંદભાઈ લખે છે નીચે ઉતરતી વખતે પરમ કૃપાળુ દેવની મુખમુદ્રા એટલી ઉદાસીન હતી જે જાણે આ જ હવે આ દેહ દર્શન નહીં પામે એમ અમને લાગતું હતું. તેવી ઉદાસીનતા તે કોઈ વખત જોઈ હતી. ઈ. - શ્રીમદ્ વઢવાણ કેમ્પ ૧૯૫૭ના માહ વદ ૬ના દિને પધાર્યા અને ત્યાં ફા. શુદ ૬ સુધી સ્થિરતા કરી. હવાફેર અર્થે આટલા બધા સ્થળાંતર કર્યા છતાં અને

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794