Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 777
________________ ૭૨૮ અધ્યાત્મ રાજય કે મુમુક્ષુએ આદિ ચિંતાતુર અને આકુલવ્યાકુલ થતા હતા, પણ શ્રીમદ્ તા અત્યંત નિરાકુલ અને નિશ્ચિંત જ હતા અને ખીજાએની ચિંતા દૂર કરતા. એક વખત અબાલાલભાઇ દાક્તર પાસે દવા લેવા ગયા હતા, ત્યાંથી આવ્યા એટલે શ્રીમદે પૂછ્યું—દાક્તરે શું કહ્યું? અંબાલાલભાઈ—દાક્તર ઠાકારદાસે કહ્યું કે ક્ષય છે. શ્રીમદ્— ના, તેમ નથી કહ્યું. શરીર ક્ષીણુ છે એમ કહ્યું છે. દાક્તર આવ્યા ત્યારે તેને પૂછ્યું એટલે ‘શરીર ક્ષીણુ છે' એમ તેણે કહ્યાની ખાત્રી થઇ. પછી રૂના ધેાકડા તાલવાના વજનના કાંટા મંગાવી, તે પર સામચંદભાઇ જેવા હૃષ્ટપુષ્ટ ભરાવદાર શરીરવાળાનું વજન કરાવ્યું તે ૮૭ રતલ થયું, અને શ્રીમદ્ પેાતે પલ્લામાં બેઠા તેા વજન ૬૭ રતલ થયું. એ પરથી શ્રીમદે ચિંતાતુર મુમુક્ષુ ભાઇઓને જણાવ્યું—જુએ, આ જુવાનજોધ માણસનું વજન આ પ્રમાણે થયું ને આ શરીર તેા ખાર માસથી માંદગી ભેાગવી રહ્યુ છે તે પણ આટલું વજન થયુ. એટલે તમને દાક્તરે ક્ષય કહ્યો તે તેમ નથી. એમ યુક્તિથી–પ્રયુક્તિથી શ્રીમદ્ ખીજાએની ચિંતા દૂર કરતા. અત્રે જોવા જેવું તેા એ છે કે દેહનિર્મામ અવધૂત શ્રીમને શરીરની બીમારીની પેાતાને લેશ પણ ચિંતા જ નથી, પણ બીજા ચિંતાતુરાની ચિંતા દૂર કરવા કેવા પ્રયત્ન કરતા! શરીરની આવી લાંખી અસ્વસ્થ સ્થિતિને પણ સ્વરૂપસ્થ શ્રીમદ્ના સ્વસ્થ આત્મા તટસ્થ દૃષ્ટાની જેમ કેવી અદ્ભુત સ્વસ્થતાથી દેખી રહ્યો છે! એ જ દેહ છતાં દેહાતીત મહા વિદેહી જીવન્મુક્ત દશા જીવનમાં અનુભવનારા શ્રીમની સ્થિતપ્રજ્ઞતાની પરાકાષ્ઠા પ્રકાશે છે. અત્રે વઢવાણમાં સ્થિતિ કરતાં જ શ્રીમદ્દે ભાદ્રપદ માસમાં પરમશ્રુતપ્રભાવક મ`ડળ સંસ્થાની સ્થાપના સ્વશ્રીહસ્તે કરી હતી. આ અંગે અલગ પ્રકરણમાં લખશું. પ્રજ્ઞાવાધ માક્ષમાળાની ૧૦૮ પાઠરૂપ મણકાની સ`કલના પણ શ્રીમદ્દે અત્રે જ લખાવી હતી. અને પરમ વીતરાગ શ્રીમની વીતરાગ મૂત્તિના · સાક્ષાત્કાર કરાવે એવા તદાકારસ્થાપનારૂપ ફોટાના—પદ્માસન અને કાર્યાત્સગ મુદ્રાવાળા શ્રીમના ચિત્રપટના મુમુક્ષુ જગને લાભ અત્રે જ મળવા પામ્યા હતા. અમને અવલ'ખન આધાર શે। ? આપની પ્રતિકૃતિરૂપ ચિત્રપટ મળે તે અમને અવલંબન આધારભૂત થઇ પડે, એવા ભાવની વીરમગામના મુમુક્ષુલાઇ શ્રી સુખલાલભાઇની ખાસ ભક્તિભરી વિજ્ઞપ્તિથી શ્રીમના આ ખાસ ફોટા-ચિત્રપટ મેળવવા આપણે ભાગ્યશાળી અન્યા છીએ, તે માટે સુખલાલભાઇનું જગત ઋણી છે. અને ખરેખર! તથારૂપ સાક્ષાત્ પરમ અલૌકિક પરમ વીતરાગદશા શ્રીમદ્ની હતી; અને તેનું તાદસ્ય પ્રતિબિંબ તેમની આ સહુજ વીતરાગભાવદર્શી પ્રતિકૃતિમાં પડે છે. પ્રશમરસનિમગ્ન શ્રીમદ્દની આ ખાલી હાથવાળી અલૌકિક વીતરાગમુદ્રા જગને જાણે ભાવથી પ્રાયે સૂચવે છે કે— રાગાદિને અમારે લેવા દેવા નથી, આ દેહને અમારે લેવા દેવા નથી.’ ઇ. એટલે જ ગમે તેવા કલાકાર શિલ્પીની ચિત્રમયી કે પાષાણમયી કૃત્રિમ કલ્પનાકૃતિ કલાકૃતિ કરતાં આવી સહુજ વીતરાગ આત્મભાવનું તાદ્દશ્ય પ્રતિબિંબ પાડતી ચિત્રપટ-ફાટારૂપ

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794