Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 775
________________ ૭૨૬ અધ્યાત્મ રાજયક તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યફપ્રકારે અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ.” (અં. ૯૨૯). “હે આર્ય ! અંતર્મુખ થવાને અભ્યાસ કરો.” (અં. ૩૨) ઈત્યાદિ. અત્રે વવાણીઆમાં સ્થિતિ વેળાએ પણ શ્રીમદની શારીરિક સ્થિતિ સ્વસ્થાસ્વસ્થ રહ્યા કરતી હતી. આ અંગે શ્રીમદ્દ પત્રોમાં લખે છે–વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. શાંતિ: (અં. ૯૨૦). શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વતે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. (અં. ૯૯૨). શરીરપ્રકૃતિ કવચિત ઠીક જોવામાં આવે છે. કવચિત્ તેથી વિપરિત જેવામાં આવે છે, કાંઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. છે શાંતિઃ (અં. ૯૯૪). શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે, અર્થાત કવચિત ઠીક, કવચિત અશાતા મુખ્ય રહે છે. # શાંતિઃ.” (અ. ૩૮). ઈત્યાદિ. આ પત્રોમાં ૧૫૫ના જેઠ માસથી લખેલા પત્રથી માંડી ત્યારપછીના ઘણાખરા પત્રોના અંતે “ શાંતિઃ પરમ શાંતિઃ' એ સૂચક શબ્દપ્રયોગ આપણું ધ્યાન ખેંચે છે, તે સૂચવે છે કે સર્વ વિભાવથી વ્યાવૃત્ત થઈ આત્મસ્વભાવમાં સમાઈ જવારૂપ શાંતિ એ જ પરમધર્મ છે અને એ સ્વભાવધર્મરૂપ પરમ શાંતિમાં જ શ્રીમદ્દ નિરંતર વર્તી રહ્યા છે. અને આને ફલિતાર્થ એ છે કે ગમે તો શરીરની સ્વસ્થતા ગમે તે અસ્વસ્થતા હો, પણ ધર્મમૂર્તિ શ્રીમદની પરમશાંતિમય આત્મસ્વભાવરૂપ પરમધર્મમાં વર્તાવારૂપ નિરંતર પરમ “સ્વસ્થતા જ વત્તી રહી છે. શરીરપ્રકૃતિની અસ્વસ્થતા મળે પણ શ્રીમદની આત્મસ્વસ્થતા કેવી અદ્દભુત હતી તે આ તેમના પત્રના કોલ્ફીણ વચનામૃત જ પ્રકાશે છે–“અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. (અં. ૯૭૩). શરીરપ્રકૃતિને અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપગ અકર્તવ્ય છે. (અં. ૯૩૫). સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષેએ કહ્યો છે. તીક્ષણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. # શાંતિ.” ઈ. વચને શ્રીમદ્દની પરમ આત્મશાંતિમય અદ્ભુત સ્વસ્થતા જ દાખવે છે. વવાણીઆથી શ્રીમદ્ મેરબી આવ્યા અને ત્યાં અશાડ વદ થી શ્રાવણ વદ ૧૦ સુધી સ્થિતિ કરી. અત્રે સ્થિતિ વેળાએ જ વ્યાખ્યાન સાર–૨ ની પરમાર્થઅમૃતધારા શ્રીમદે વર્ષાવી હતી; અને “આત્મબલાધીનતાથી પત્ર લખાવા” (એ. ૯૫૨). જેટલી શારીરિક અશક્તિ થઈ ગઈ હોવાથી પર્યુષણમાં નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે જવાને અંતરાય થતાં શ્રીમદે અત્રે સ્થિતિ વેળાએ જ અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને પર્યુષણઆરાધના અંગે આ સામાન્ય દિશાદર્શનરૂપ માર્ગદર્શન આપ્યું હતું– કાવિઠા આદિ જે સ્થળે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદઢતા થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794