Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 774
________________ અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વિતરાગ દશા ૭૨૫ ધરમપુરથી શ્રીમદ્દ અમદાવાદ પધાર્યા. ત્યાં એક પાર્વતીબહેને પ્રશ્ન કર્યો—ધર્મ એટલે શું? શ્રીમદે એક જ શબ્દમાં ટૂંક પણ પરમ અર્થગંભીર માર્મિક ઉત્તર આ —“શાંતિ. X રાજપરના જિનમંદિરમાં ભેંયરામાં શ્રીમદે આનંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન મધુર ગંભીર ધ્વનિથી ગાયું, તેને પરમાર્થ સમજાવ્યું. તે અમૃતશ્રવણથી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિ ઉ૯લસાયમાન થઈ સાબરમતીના કાંઠે ભીમનાથની જગ્યામાં શ્રીમદે ઉત્તમ તવધ કર્યો હતે. આ ભીમનાથથી લખેલ પત્રમાં(અં. ૯૧૭) શ્રીમદે જણાવ્યું છે તેમ-“આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખતરશો નહિં. તે સફળ થશે. “ચતુરંગુલ હૈ દમસે મિલ હૈ—એ આગળ પર સમજાશે.” આ જ પત્રમાં શ્રીમને આત્મઉપગ કેવો વ્યાપક હતો તે દર્શાવતું આ આત્મઅનુભવસિદ્ધ મહાવાક્ય શ્રીમદે પ્રકાણ્યું છે–એક શ્લોક વાંચતાં અમને હજારે શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. કેવી અસાધારણ અસામાન્ય અનન્ય હશે શ્રીમદની અદ્ભુત પરમ શ્રતશક્તિ ! તેમજ-પૂર્વે શ્રી પોપટલાલભાઈએ ધ્યું છે તેમ અમદાવાદથી વિદાય થતાં શ્રીમદે આ મર્મપૂર્ણ વચન ઉચ્ચાર્યા હતા– “લે કે જે રૂપે અમને જોશે, તે રૂપે ઓળખશે; અર્થાત્ જ્ઞાનીરૂપે જુએ તે જ્ઞાનરૂપે, ત્યાગીરૂપે જુએ તે ત્યાગીરૂપે, ગહસ્થીરૂપે જુએ તે ગૃહસ્થીરૂપે ઈત્યાદિ પ્રકારે ઓળખશે.” અમદાવાદથી શ્રીમદ વવાણીઆ પધાર્યા અને ત્યાં વૈશાખ સુદ ૭થી અશાડ વદ ૯ સુધી સ્થિરતા કરી. નાદુરસ્ત તબીયત છતાં અત્રે પણ સ્વાધ્યાય-ધ્યાનનિમગ્ન શ્રીમદ્દ પ્રશ્નસમાધાનાદિ કરી મુમુક્ષુઓને અને મુનિઓને વારંવાર માર્ગદર્શન આપતા હતા. જેમકે –“સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકત્વદશા, ઉપશમદશા તે તે જે યથાર્થ મુમુક્ષુ જીવ પુરુષના સમાગમમાં આવે તે જાણે, કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાને લાભ શ્રી પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશે પ્રગટે તેમની પિતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. ૪ ૪ લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવરે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલે શીખી લઈને સદ્વ્યવહાર લેપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરપ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.” (અં. ૯૧૮). * આ શાંતિના મર્મપૂર્ણ પરમાર્થ અંગે શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૮૬માં પ્રકાર્યું છે કે– જે જ્ઞાની પુરુષે ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષ ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ)

Loading...

Page Navigation
1 ... 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794