Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 773
________________ ૭૨૪ અધ્યાત્મ રાજચંદ્ર સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બને ત્યાખ્યાં છે; અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” દેવકરણજી મુનિએ માતુશ્રીને કહ્યું—“આપ આજ્ઞા આપે, એટલે કૃપાળુદેવ સર્વવિરતિ-સર્વસંગત્યાગ કરે અને ઘણા અને ઉદ્ધાર થાય.” માતુશ્રીએ કહ્યું મને બહુ મેહ છે, તે છૂટ નથી. તેમનું શરીર સારું થયા પછી હું રજા આપીશ. પણ તે સારું થવાને સુઅવસર આવ્યો જ નહિં અને સર્વસંગત્યાગપૂર્વક જગતકલ્યાણને તે ઝંખેલે “અપૂર્વ અવસર આવવા પામ્યો નહિં, એ જગતનું દુર્ભાગ્ય! નિષ્કારણ કરુણાથી જગકલ્યાણ ઈચ્છતા નિષ્કારણકરુણારસસાગર શ્રીમદૂના અસાધ્ય રોગની જગને માટે કરુણ કહાણ આ પ્રકરણમાં રજૂ કરશું. સં. ૧૯૫૬ના પિષ માસ લગભગથી શ્રીમદ્દની શારીરિક સ્થિતિ–આરોગ્ય અવસ્થા લથડવા માંડી. પ્રથમ તે સામાન્ય અશક્તિ જણાતી, પણ પછી નિદાન થયું તેમ મુખ્ય બિમારી સંગ્રહણી અને તજજન્ય ક્ષીણતાની હતી. આ ઉત્તરોત્તર વધતી ગઈ. તે અર્થે ડે. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા આદિની ઘણી કાળજીભરી સારવાર ચાલુ હતી, તેમજ ખડે પગે સેવામાં હાજર રહેનારા પરમ ભક્તિમાન મુમુક્ષુ મહાજનોની તથા સ્નેહાળ સ્વજનેની સેવાશુશ્રુષા હતી, અને જુદા જુદા સ્થળે હવાફેર માટે શ્રીમદને લઈ જવાનું પણ બન્યું હતું, પણ તબીયત છેડે વખત ઠીક-શેડો વખત અઠીક એમ ચાલ્યા કરી ઉત્તરોત્તર શરીર ઘસાવા લાગ્યું, ક્ષીણ થતું ચાલ્યું. - ૧૯૫૬ના ચૈત્ર માસમાં શ્રીમદ્ ધરમપુર હવાફેર અર્થે અને નિવૃત્તિ અર્થે પધાર્યા. ત્યાં . પ્રાણજીવનદાસ હતા; અને શ્રી રણછોડદાસભાઇ ધારશીભાઈ મોદી forest officer જંગલ ખાતાના અધિકારી હતા, તેમને ત્યાં શ્રીમદ્દ નિવાસ હતે. જેને સર્વ તિથિ ધર્મ સાધન માટે સમાન હતી એવા આ મહાન અતિથિના આતિથ્ય સત્કારને મહાન લાભ રણછોડદાસભાઈએ લીધે અને પરમ પ્રેમ-બહુમાનથી સેવાશુશ્રુષા કરી. અને ખરેખર! અત્રે ધરમપુરમાં સ્થિતિ કરતાં પણ શ્રીમદ આત્માના સ્વભાવરૂપ ધમપુરમાં જ સ્થિતિ કરી રહ્યા હતા અને શરીરની આરોગ્ય-સુધારણની ચિકિત્સા સાથે આત્માની આરોગ્ય સ્થિતિની ચિકિત્સા–સ્વાધ્યાયધ્યાન ચાલુ જ રાખી રહ્યા હતા, તે તેમના ધર્મપુરથી લખાયેલા પત્રો પરથી જણાય છે—જે ગોમટ્ટસારાદિ કેઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તે તે અને કર્મગ્રંથ, પદ્મનંદી પંચવિંશતિ, સમયસાર તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષાદિ ગ્રન્થ અનુકૂળતાનુસાર સાથે રાખશે. (અં. ૯૧૦). અષ્ટપ્રાભૂતમાં ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ. (અં. ૯૧૧). ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે રે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા. ૪ ૪ બાહ્ય અને અંતર સમાધિગ વર્તે છે. (અં. ૯૧૨). અત્ર સમાધિ છે. (અં. ૯૧૩).” અને આત્મસ્વભાવધમપુરમાં જ વર્તતા ધર્મભૂત્તિ શ્રીમદે આત્મસ્વભાવભૂત દાનાદિ પંચલબ્ધિનો પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશને અમૃતપર (અં. ૯૧૫) અત્ર ધર્મપુરથી જ લખે . અત્ર ધર્મપુરમાં લગભગ સવા માસ ભક્તિમાન રણછોડદાસભાઈની સેવા-સુશ્રષા અને ડૉકટર પ્રાણજીવનદાસની કાળજીભરી સારવાર છતાં શ્રીમદના શારીરિક આરોગ્યમાં ખાસ સુધારો થયો નહિં.

Loading...

Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794