Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 771
________________ અધ્યાત્મ રાજચંદ્ર આવા પરમ આશયગંભીર આ ચતુર્દશ સૂત્રથી આત્મામાં ઘટાવેલા ચઢતા પરિ હુમથી આ સત નયમાં પણ જેની એવંભૂત દષ્ટિ વ્યાપક છે, એવા પરમ ભાવિ. (૩) “સંગ્રહદીષ્ટથી એવંભૂત થા–સામાન્યગ્રાહી એવા સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ–આ દષ્ટિ લક્ષમાં રાખી એવં ભૂત થા! અર્થાત જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલ થા! એવો સ્વરૂપસ્થ થા! “એવભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.” એવંભૂત અર્થાત જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી–તે અપેક્ષા દષ્ટિસન્મુખ રાખી સંગ્રહ અર્થાત જે પોતાની સ્વરૂપ સત્તા છે તે વિશુદ્ધ કર! એટલે ક-શુદ્ધ નિશ્ચય સ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીનેજે સાધન વડે કરીને તે એવંદભૂત આત્મારૂપ સાથે સિદ્ધ થાય. (૪) વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.—વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થસાધક વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા! કારણ કે સર્વ વ્યવહાર સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. “એવંભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.—એવં ભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર ! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતો જા, કે જેથી પછી વ્યવહાર-સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. કારણ કે સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે. (૫) “શબ્દ દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.–શબ્દદષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે જા ! દાખલા તરિકે જ્ઞાન-દર્શનચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે આત્મા, એમ “આત્મા’ શબ્દનો અર્થ છે. આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા ! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! “એવંભૂત દૃષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર – એવંભૂત–શુદ્ધસ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને યથાર્થ અર્થરૂપ “આત્મા’ નામધારી શબ્દને નિર્વિકલ્પ કર! અર્થાત “આત્મા’ શિવાય જ્યાં બીજો કાંઈપણ વિકલ્પ વર્તાતો નથી એવો કર ! નિવિકલ્પ આત્મધ્યાનશુકલધ્યાનને પામ! T (૬) “સમભરૂઢ દષ્ટિથી એવંભૂત અવલોક–સમભિરઢ નિશ્ચય સ્વરૂપની સાધનામાં સમ્યફપણે અભિરૂઢ અતિ ઉચે ચઢેલ, ઉચ્ચ ગુણસ્થાનને પામેલ એવી દષ્ટિથી, એવંભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલેક! જે! કારણ કે સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંત આત્મદર્શન-કેવલદર્શન થાય છે. “એવંભૂત દષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર.—એવંભૂતશુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિરૂટ-આત્મસ્વરૂપમાં સમ્યપણે અત્યંત આરૂઢ એવી પરમ યોગશાસંપન્ન સ્થિતિ કર ! સ્વીપરૂઢ થા! યોગારૂઢ સ્થિતિ કર. (૭) “એવંભૂત દષ્ટિથી એવંભૂત થા.”—એવંભૂત દૃષ્ટિથી-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથીલક્ષમાં રાખી એવભૂત થા ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા ! એવંભૂત સ્થિતિથી એવંભૂત દષ્ટિ શમાવ....અને આવા પ્રકારે એવંભૂત સ્થિતિથીયથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવંભૂત અર્થાત આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપ જે હારૂં સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજાભસ્વરૂપમાં તો તું હવે સ્થિત થઈ ચૂક્યો છે, એટલે હવે જૂદી એવી એવં ભૂત દષ્ટિ રહી નથી. દષ્ટિ અને સ્થિતિ બને એકરૂપ–એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે, એટલે હવે એનું અલગ-જૂ ૬ ગ્રહણ કરવાપણું રહ્યું નથી. “દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે. માટે છે પરબ્રહ્મ! હવે તે એવંભૂત દષ્ટિને પણ શમાવી દે, કારણ કે તે તું જ છો. દષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ, પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તે જ પરમ ગદશાને તું પામે છે.

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794