Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 772
________________ ૭૩ જીવતો જાગતે પ્રાગસિદ્ધ સમયસાર તાત્મા શ્રીમદે અત્ર સર્વત્ર એવભૂત સ્થિતિની જ–તથારૂપ સહજાન્મસ્વરૂપસ્થિતિની જ આત્યંતિક આત્મભાવના કરી છે. આમ અત્ર સર્વત્ર જીવનમાં અને કવનમાં આત્મા આત્મા ને આત્મા એ જ એક ધ્વનિ જેના આત્મામાં વ્યાપક હતે – એવા આ સાક્ષાત્ શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ સમયસાર શ્રીમદ્દ તેમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં (૨–૧૦) આ જ શુદ્ધ આત્માને–સમયસારને દિવ્ય વનિ ઉદ્ઘોષે છે – . “એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા, કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ. સહજાત્મા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ. આમ જેના જીવનમાં અને કવનમાં એક આત્મા આત્મા ને આત્મા જ એ દિવ્ય વનિ ગૂજ્યા કરતો હતો, એવા સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધચૈતન્યમૂર્તિ શ્રીમદ્ આવા શુદ્ધ આત્મા-પ્રગસિદ્ધ સમયસાર હતા! નમસ્કાર હો! નમસ્કાર હે આવા જીવતા જાગતા આ પ્રગસિદ્ધ સમયસારને! તમ તમ સાડા ! પ્રકરણ એક બેમું - અસાધ્ય રોગનું આક્રમણ: પરમ “સ્વસ્થ વીતરાગ દશા આમ અપ્રમત્ત ગધારાની શ્રેણીએ આરોહણ કરતા, શુદ્ધ ચિતન્યનું ધ્યાન ધરતા, સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ પ્રગસિદ્ધ સમયસારદશા અનુભવતા અને આવી શુદ્ધ પરમઆત્મદશાને અનુભવસિદ્ધ કરતા શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ અધ્યાત્મદશાની પરાકાષ્ટાને પામી ખરેખરા અધ્યાત્મ મૂર્તિ બની ગયા હતા અને આમ પિતાની અધ્યાત્મસાધના પ્રાયે પૂર્ણ કરી શુદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત આ શુદ્ધ આત્મા પિતાને પ્રાપ્ત પરમ આત્મજ્ઞાનને આત્મલાભ જગતને આપવા સર્વસંગપરિત્યાગ કરી–મહાભિનિષ્ક્રમણ કરી જગતકલ્યાણાર્થે નિકળી પડવાની તૈયારીમાં હતા. ત્યાં ૧૯૫૬ના પિષ માસના અરસાથી અસાધ્ય રોગનું આક્રમણ આવી પડયું, શ્રીમદને આ પાર્થિવ દેહ વ્યાધિગ્રસ્ત થયે, અને તે વ્યાધિ ઉત્તરોત્તર વધતો ચાલ્યા. આમ શ્રેયાંતિ થgવિનિ મતિ મતાપિ– મહાપુરુષને પણ શ્રેયકાર્યમાં બહુ વિદને હેય છે એ સૂત્રને ચરિતાર્થ કરતું આ શ્રેયકાર્યમાં આ મહાવિન આવી પડયું. તથાપિ શરીર અસ્વસ્થ છતાં જેને સ્વરૂપસ્થ દિવ્ય આત્મા પણ “સ્વસ્થ હતા એવા શ્રીમદ્દ તે સર્વસંગત્યાગને જ ઝંખતા હતા અને માતશ્રી અનુજ્ઞા આપે એટલી જ વાર હતી. સ્ત્રી અને પરિગ્રહને ત્યાગ તે શ્રીમદે ક્યારને કરી જ દીધું હતું, આ અંગે અમદાવાદમાં શ્રીમદે મુનિ દેવકરણજીને કહ્યું હતું–

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794