________________
ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ યોગી
૬૯૧ હતા. તે વખતે પરમાર્થ સખા સૌભાગ્યભાઈ સાથે હતા; સમયસારના–શુદ્ધ આત્માના રસી આ બંને વચ્ચે પરમ સત્સંગને ગાઢ પરમાર્થ રંગ જામ્યો હતે. સમયસારની ગાથાઓથી ઈડરની ગિરિ–ગુફાઓ ગૂંજી ઊઠી હતી, અને આ જીવતા જાગતા પ્રયોગસિદ્ધ સમયસાર રાજચંદ્રની ચરણરેણુથી ઈડરની ભૂમિ પાવન બની હતી. સૌભાગ્યના દેહોત્સર્ગની થોડા દિવસો પૂર્વે જ આવો અપૂર્વ પરમાર્થ લાભ શ્રીમદેઅત્રે સૌભાગ્યને આપે હતે. તેનો ઉલ્લેખ પૂર્વે (પ્ર. ૭૪) કરાઈ ચૂક્યો છે. હમણાં આ બીજી થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સત્ત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયોગ કરી પ્રજાને પોતે એક માનીત કર છે એવી ભાવના રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે.
હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂ૫ રાજસત્તા ધારણ કરનાર રજ-તમોગુણપ્રધાન રહી, રાજસત્તા ભોગવવામાં ઈન્દ્રિયઆરામી રહી, પ્રજા તરફની પિતાની ફરજ ભૂલી જાય છે, અર્થાત્ અનેક પ્રકારના અધમ જાતના કરો પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે.
આ બે પ્રકારના પતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવતી, ઇન્દ્ર આદિ દેવલોક સુધી ચઢે છે; અને બીજા પ્રકાસ્ના નીચે નરકગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી” એ કહેવત લાગુ પડે છે.
આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિઓ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે, તે બધાને લાગુ પડી શકે નહિ, કક્ત આપખુદી સત્તા ભોગવનાર, પ્રજને પીડી રાજ્યનું દ્રવ્ય કુમાર્ગે વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે.
મહારાજા–આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારો છે?
શ્રીમદ–આ પ્રદેશનાં અતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. જાઓ તમારો ઈડરીઓ ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરે, રૂખી રાણીનું માળિયું–રણમલની ચોકી, મહાત્માઓની ચકાઓ, અને ઔષધિ વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થ, કરવાની છેલ્લી વીશીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીખાજી) અને છેલ્લા મહાવીરસ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમાં એક પાછળ રહી ગયેલો જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણું જીવોનું કલ્યાણ થવાને સંભવ છે. (જુઓ પૃ. ૧૯૩). - કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યારબાદ કેઈ સમર્થ આચાર્ય નહિ થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહિ પણ તેના અનુયાયી સાધુઓ કેવળ ક્રિયામાં રાચી રહી. બેય વસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે ચૂક્યા અને ઘણા મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત પંથવાળાઓથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી તેથી ક્રિયાજડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણોની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહિ આવ્યાથી કે તેને ગપેટાં ઠરાવે છે. વળી કષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓનો ઊંડે ભેદ નહિં સમજવાથી નિદે છે; દાખલા તરીકે ગોપીઓ મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારૂ નીકળે છે અને “કઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો કમ બેલે છે. તેનો અર્થ સમજ્યા વગર લેકે નિંદા કરે છે. પણ તેની અધ્યાત્મભાવના એવી છે કે “વૃત્તિઓ' રૂપી ગોપીઓએ મટુકીમાં માધવરૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે.