________________
શ્રીમની અપ્રમત્ત ગધારા
૭૦૫ અપ્રમત્ત ગીશ્વર શ્રીમદ્ મન-વચન-કાયાના વેગનું અપ્રમત્તપણું સાધવા કેવી અપૂર્વ જનાબદ્ધ સુવ્યવસ્થિત રીતે પ્રવર્યા હતા તેને નિર્દેશ તેમની આ હાથ. નંધમાં જ મળી આવે છે, તેનું સવિસ્તર વિવેચન અપૂર્વ સંયમના પ્રકરણમાં (૬૬) કરી ગયા છીએ, એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં અત્રે સંક્ષેપમાં જણાવીએ તે– કાયાનું નિયમિતપણું, વચનનું સ્યાદ્વાદપણું, મનનું ઔદાસીન્યપણું, આત્માનું મુક્તપણું–આ છેલ્લી સમજણ” (હા-નં. ૧-૬) પ્રમાણે પ્રવૃત્તિ કરતા શ્રીમદે યથાસૂત્ર આચરણથી મન-વચન-કાયાને વિવિધ ત્રિવિધ સંયમ સાધી (હા–ને. ૨-) મન-વચન કાયાના યેગનું અપ્રમત્તપણું સાધ્યું હતું, અને “સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સેવતા શ્રીમદે “સંયમિત દેહરૂપ દ્રવ્ય, નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહારરૂપ ક્ષેત્ર, યથા સૂત્ર કાળરૂપ કાળ અને યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચારરૂપ ભાવ’નું સેવન કર્યું હતું અને દ્રવ્યથી–હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી–અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી–અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી–શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું' (હા–ને. ૧-૭), એમ ભાવથી આત્મસાધનરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું સેવન કરતા શ્રીમદે આત્માનું ભાવન કર્યું હતું, auri મામાને વિદર –આત્માને ભાવતાં વિહરે છે એ સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.
આમ દ્રવ્યાનુયેગના ફળરૂપ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમને– દ્રવ્યથી અને ભાવથી “સર્વાગશુદ્ધસંયમ-એકાંત સ્થિર સંયમ એકાંત શુદ્ધસંયમ ને (હા. મેં. ૨-૧૩) શ્રીમદ્ સેવી રહ્યા હતા–જીવનમાં આચરી રહ્યા હતા, હાથનેધ ૨૧રમાં જણાવ્યું છે તેમ “આરંભ પરિગ્રહવિરતિ આચરી રહ્યા હતા અને આવું અપ્રમત્ત આચરણ કરતાં શ્રીમદ્દ હાથોંધમાં (૨–૧૨, ૩-૨૯) કરેલી આત્મપ્રતિજ્ઞા પ્રમાણે– તીવ્રવૈરાગ્ય, પરમ આવ, બાહ્યાભંતરત્યાગપૂર્વક આરંભ પરિગ્રહવિરતિ, બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસપૂર્વક, “આહારને જય, આસનને જય, નિદ્રાને જય, ચેગને જય-મનને વચનનો કાયાનો ઈન્દ્રિયને જયે કરીને', શુદ્ધ અપ્રમત્ત આ પયોગમાં સ્થિતિ કરી રહ્યા હતા. અને આમ દ્રવ્યથી અને ભાવથી પંચસમિતિ-ત્રિગુપતના યથાસવ આચરણથી મન-વચન-કાયાના રોગની અપ્રમત્ત સંયમસાધનાપૂર્વક આત્માને સ્વરૂપમાં સંયમી રાખતા પરમ આત્મસંયમી અપ્રમત્ત રોગી શ્રીમદ્ રહસ્યદષ્ટિના પત્રમાં (અ. ૭૬૭) પિતે લખ્યા પ્રમાણે આવી અપ્રમત્તયોગસાધના પ્રયોગસિદ્ધ કરી રહ્યા હતા–
“સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણું સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હેાય છે. પ્રમાદથી તે મ-૮૯