________________
૭૧૪
અધ્યાત્મ રાજચંદ્ર નિજ સ્વભાવના ભાન સહિત, અવધૂતવત વિદેહીવત જિનકલ્પવત વિચરતા . પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.”—હાથોંધ રૂ-૧૪
અર્થાત–આત્યંતર ભાન હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એવું આત્યંતર ભાન જેને નિરંતર છે, પણ બાકી બીજું બધું બાહ્ય ભાન જેને ભૂલાઈ ગયું છે—જેણે અવધૂત કર્યું છે ફગાવી દીધું છે એવા છે તે અવધત. તે કેવા છે? વિદેહીવ-દેહ છતાં દેહાતીત એવી વિદેહી દશાવંત, વિદેહી જેવા જિનકલ્પવતજિનસદશ દશાવંત, જિનકલ્પી જેવા. અને આવા જે છે તે સર્વ પરભાવ અને વિભાવથી
વ્યાવૃત્ત–પાછા વળેલા છે. અને આમ તેવી તથારૂપ દશા વર્તાતી હોવાથી–સર્વ પરભાવ વિભાવ અવધૂત કર્યા હોવાથી, નિજસ્વભાવના ભાનસહિત અવધૂત એવા અમે અવધૂતવતુ–અવધૂત જેવા વિદેહીવતુ-વિદેહી જેવા જિનકપીવ-જિનકલ્પી જેવા વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા વિદેહી અવધૂત શ્રીમદની શુદ્ધ ચૈતન્ય ધ્યાનદશા કેવી ઉત્કૃષ્ટ-કેવી ઉગ્ર હશે, તે આ તેમના જ આત્મઅનુભવવચને ડિડિમ નાદથી ઉદૂષે છે. આવું અનુપમ હતું શુદ્ધ ચૈતન્યમૂર્તિ શ્રીમદનું શુદ્ધત ધ્યાન.
અને આવું અનુપમ શુદ્ધ ચૈતન્ય ધ્યાન વત્તતું હેવાથી જ જે શુદ્ધ ચૈતન્યમૂત્તિ કહેવાયા, સહજ આત્મપરિણામી આત્મધ્યાન વત્તતું હોવાથી જે સહજાન્મસ્વરૂપસ્વામી કહેવાયા, નિષ્કારણકરુણરસસાગર જે પરમ કૃપાળુ દિવ્ય આત્મગુણસંપન્ન હાવાથી પરમકૃપાળુદેવ કહેવાયા, અને અલૌકિક જ્ઞાનશ્રીસંપન્ન હોવાથી જે શ્રીમદ્ કહેવાયા–એવા ગુણરત્નાકર શ્રીમદૂના આ સર્વ ગુણનિષ્પન્ન નામ ઉપનામ બની ગયા, પર્યાય શબ્દ બની ગયા! અને એટલે જ ઉંચા ચિદાકાશ વિષે ઊડતા આ ગગનગામી પરમહંસ રાજ-હંસ સહજાન્મસ્વરૂપસ્વામી શુદ્ધૌતન્યમૂર્તિ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર આ ગુણનિષ્પન્ન નામથી મુમુક્ષુઓના માનસમાં રમી રહ્યા છે અને યાવચંદ્રદિવાકરી રમી રહેશે!
ઉંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ! સહેજત્મસ્વરૂપવંતા ! આત્મા વિવેચી પર વસે છે, મુમુક્ષુના માનસમાં રમે છે–સ્વરચિત.